Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

બાલીગંજ નાટકને રાજકોટનો બહોળો પ્રતિસાદ-ટિકિટો ફટાફટ બુક થવાની ચાલુ

આગળની હરોળો ખૂબ ઝડપે ભરાવાનું ચાલુ માટે આજે જ ટિકિટ બુક કરી લો : નાટકનો એકમાત્ર પ્રયોગ ૧૯મી નવેમ્બર, શનિવાર,રાત્રે ૯:૩૦ કલાકેઃ બુકિંગ માટે મો.૯૦૨૩૨ ૮૨૪૦૭ અથવા બુકમાઇશો એપ

રાજકોટઃ અકૂપાર, આજ જાને કી ઝીદ ના કરો, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ, સમુદ્ર મંથન, જાવેદા જેવા બિલકુલ હટકે નાટકો લાવવાની પરંપરા આગળ વધારતા વિદેહી એન્ટરટેઇનમેન્ટ આ વખતે લઇને આવે છે - અનુપ સોની અને નિવેદિતા ભટ્ટાચાર્ય અભિનીત મર્ડર મિસ્ટ્રી - 'બાલીગંજ ૧૯૯૦'.

 વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના દરેક નાટકો અને ગુજરાતી -ઉર્દુ મુશાયરાઆને રાજકોટવાસીઓએ દિલથી આવકાર્યા  છે. રાજકોટના  કલા પ્રેમી રસિકો માટે દેવલ વોરા, એક સાવ અનોખો પ્રયોગ લઈને ફરી આવી રહ્યા છે.વિદેહી એન્ટરટેઇન્મેન્ટ હર-હંમેશ વિષયોમાં વૈવિધ્યસભર અને રાજકોટમાં ભાગ્યે જ આવતા અત્યંત હટકે વિષયો વાળા, કલાસિક નાટકો લાવવાની પરંપરા આગળ ધપાવતા , આ વખતે  લઈને આવે છે - બોલિવૂડના ખ્યાતનામ સેલેબ્રિટીઓ અભિનીત બાલીગંજ - ૧૯૯૦.

નાટક ક્રાઇમ પેટ્રોલ , બાલિકા વધુ વગેરે  સિરિયલો, ફિલ્મો અને વેબસીરીઝ ફેઈમ અનુપ સોની અને કહાની ઘર ઘર કી, શુભ મંગલ સાવધાન ફેઈમ નિવેદિતા ભટ્ટાચાર્ય દ્વારા અભિનીત અને વર્લ્ડ ફેમસ ડિરેકટર શ્રી અતુલ સત્યા કૌશિક દ્વારા ડિરેકટેડ છે. નિવેદિતા  ભટ્ટાચાર્ય, અનેક સિરિયલો અને ફિલ્મોમાં કામ કરનાર તથા  ઇન્ટરનેશનલી ફેમસ ફિલ્મ આર્ટિસ્ટ કે. કે. મેનનના પત્ની પણ છે.

આ વખતે કૈક નવો પ્રયોગ કરવા માટે, વિષયવસ્તુ અનેક વાર ભજવાયેલી  પરંતુ ઉચ્ચ કોટીના આર્ટિસ્ટ દ્વારા તદ્દન નવી મૌલિક સ્ક્રિપ્ટ કેવી રીતે ભજવાઈ શકે તેનો એક ઉત્તમ નમૂનો વિદેહી એન્ટરટેઇન્મેન્ટ લઇ ને આવે છે.

'સાવધાન રહીયે , સુરક્ષિત રહીયે' એવું જ કૈક આ નાટક પણ કહે છે. એક પ્રેમી યુગલ ફરી થી એક થવાના પ્રયત્નો કરે છે અને કેટલાક મર્ડર થાય છે. વાર્તા દરેક મુકામે એવો ટર્ન  લે છે કે પ્રેક્ષક છેક છેલ્લા ડાયલોગ સુધી રહસ્ય પર રહસ્યનો સાક્ષી બને છે.

નાટકના સ્ક્રિપ્ટ લેખક અને ડાયરેકટર શ્રી અતુલ સત્યા કૌશિક એક ઇન્ટરનેશનલ પરસનાલીટી છે. શ્રી કૃષ્ણને લગતા નાટકોમાં તેઓ મહાભારતમાં કૃષ્ણ બનેલા નીતીશ ભારદ્વાજને લઇ ને અને શ્રી રામને લગતા નાટકોમાં રામાયણમાં શ્રી રામ બનેલા અરુણ ગોવિલને લઇને તેઓ અનેક નાટકો દેશ-વિદેશમાં ભજવે છે તો અહીં રાજકોટ માટે બાલીગંજ ૧૯૯૦ નામ ના નાટક માં તેઓ,  અનુપ સોની અને નિવેદિતા ભટ્ટાચાર્જી ને લઈને એક એવું નાટક લઈને આવે છે જેમાં દરેક ડાયલોગ સાચો છે, આખા નાટક દરમ્યાન કશું જ ખોટું બોલાતું નથી તેમ છતાં રહસ્ય પણ ખુલતું નથી ! ડુંગળીના એક પછી એક પડ ખુલે એમ એક પછી એક રહસ્યો આવતા જાય છે અને પ્રેક્ષક વિચાર્યે રાખે છે કે હવે શું નવો ઝટકો આવશે ? અને ત્યાં જ બીજો મોટો શોક  લાગી પણ જાય ! નાટક એટલી સરસ રીતે ગૂંથાયેલું છે કે રાહ જોવામાં પણ મજા આવે કે રહસ્ય કયારે ખુલશે અને શું ખુલશે. એક પણ મુવ કલ્પી શકાય એવો નથી - કયાં સમયે કેવો વળાંક લેશે તે તો નાટક જુઓ પછી જ ખબર પડે. 

સ્વાભાવિકપણે જ રાજકોટ એ ટિકિટો બુક કરવાનું શરૃ કરી દીધું છે કારણ કે વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના છેલ્લા નાટક વખતે જયારે ટિકિટ વિન્ડો ઓપન કરી ત્યારે માત્ર છેલ્લી ૨-૩ હરોળ ની જ ટિકિટો બાકી હતી. સારા નાટકો ઓછા આવતા હોઈ , રાજકોટ ટિકિટ માટે ધસારો કરે તે સમજી શકાય એવું છે. માટે જો આપ પણ રાજકોટના ઇતિહાસમાં આટલી ફેમસ પર્સનાલિટી સૌ પ્રથમ વખત સ્ટેજ પર લાઈવ નાટક ભજવે તેના સાક્ષી થવા અને એક રોમાંચક રહસ્યમયી સફર પર જવા તૈયાર હોવ તો ફટાફટ આજે જ ટિકિટ બુક કરાવી લો. પ્રથમ હરોળો ફટાફટ બુક થઇ રહી છે માટે રાહ જોવામાં ગમતી સીટના મળે તેવું પણ થઇ શકે. 

નાટકનો એક માત્ર પ્રયોગ ૧૯મી નવેમ્બર, શનિવાર રાત્રે ૯.૩૦ કલાકે  , શનિવાર,  રાત્રીના ૯:૩૦ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે થશે. એડવાન્સ બુકિંગ માટે આજે જ સંપર્ક કરો  મો.૯૦૨૩૨ ૮૨૪૦૭ અથવા બુકમાઇશો.

વિદેહી એન્ટરટેઇન્મેન્ટના આ પ્રયોગમાં તેમના વડીલ અને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનો સહકાર સાંપડ્યો છે.  આ ઉપરાંત બાલીગંજ ૧૯૯૦ નાટકના સપોર્ટર્સ તરીકે પ્રભુ હાઈટ્સ,  માઇક્રો   ફાઈન ઘરઘંટી, સાગર પાઇપ્સ એન્ડ ફીટીંગ્સ, , કાઠિયાવાડી સ્વાદબંધુ, શેર-ઈટ ફૂડ્સ , હાથી મસાલા, કેરેટ લેન - તનિષ્ક જવેલરી તથા ગ્લોબલ આઇવીએફ - રાજકોટ  સહકાર સાંપડ્યો છે.

(4:43 pm IST)