Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગણતરીની મીનીટોમાં પૂર્ણ : ૧૨ કરોડના કામોને બહાલી

રાજકોટ : જિલ્લા પંચાયતની સામાન્યસભા આજે પ્રમુખ ભૂપત બોદરની ગેરહાજરીમાં ઉપપ્રમુખ સવિતાબેન સામાણીની અધ્યક્ષતામાં મળેલ. તેમણે સભાનું સંચાલન બાંધકામ સમિતિના અધ્યક્ષ પી.જી.કયાડાને સોપ્યું હતું. આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે ૧૨ કરોડના વિકાસકામોને બહાલી આપી પાંચ-સાત મીનીટમાં સામાન્ય સભા આટોપી લેવામાં આવી હતી. વિપક્ષી નેતા અર્જુન ખાટરિયા પોતાને ઍજન્ડા મોડો મળવાના વિરોધમાં ગેરહાજર રહેલ. કોîગી સભ્યોઍ પ્રશ્નોના લેખિત જવાબથી સંતોષ માન્યો હતો. સભામાં ડી.ડી.ઓ. દેવ ચૌધરી, ડે. ડી.ડી.ઓ. બ્રિજેશ કાલરિયા, નિમિષ પટેલ વગેરે હાજર રહ્ના હતા. (તસ્વીર : સંદીપ બગથરિયા)

(5:16 pm IST)