Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મધ્યપ્રદેશના વેપારીએ મશીનરી ખરીદી સામે આપેલ ચેક રિટર્ન થતાં કોર્ટમાં ફરિયાદ

રાજકોટ, તા.૪: મધ્યપ્રદેશના વેપારીએ મશીનની ખરીદી સામે આપેલ રૂા.૧,૩૨,૧૬૦/નો ચેક રીટર્ન થતા ફોજદારી ફરીયાદ કોર્ટમાં આપેલ છે.

સ્કોપ એન્ટરપ્રાઇઝના માલીક શ્રી સંદિપ જીતેન્દ્રભાઇ શુકલ રાજકોટ શહેરમાં રોટરી ટીલર મશીન અને એસેસરીઝ બનાવવાનો અને વેચાણ કરવાનો ધંધો કરે છે. વિરેશ રહાંગડાલેના પિતા કેશરી ટ્રેકટર્સ એન્ડ મોટર્સ બાલાઘાટ, મધ્યપ્રદેશના માલીક છે અને વિરેશ રહાંગડાલેએ કેશરી ટ્રેકટર્સ એન્ડ મોટર્સના વહીવટકર્તા છે અને કેશરી એન્ટરપ્રાઇઝના માલીક સંદિપ શુકલ પાસેથી કેશરી ટ્રેકટર્સ એન્ડ મોટર્સના વહીવટકર્તા દરજજે રોટરી ટીલર મશીન અને એસેસરીઝની રૂા.૧,૩૨,૧૬૦/ની ઉંધાર ખરીદ કરેલ.

આ અંગે વિરેશ રહાંગડાલેએ સ્કોપ એન્ટરપ્રાઇઝ પાસેથી ઉંપરોકત બીલ મુજબ તા.૨૫-૯-૨૦૨૧ના રોજ રૂા.૧,૩૨,૧૬૦/ની કિંમતના મશીન તથા એસેસરીઝની ઉંધાર ખરીદી કરેલ જેની ઉંઘરાણી કરતા વિરેશ રહાંગડાલેએ બે ચેક એવા વચન, વિશ્વાસ અને ખાત્રી સાથે આપેલ કે આ બંને ચેક બેન્ક એકાઉંન્ટમાં ભર્યેથી ચેકવાળી રકમ સ્કોપ એન્ટરપ્રાઇઝને મળી જશે. આ બંને ચેકો સંદિપભાઇ શુકલએ ખાતામાં ભરતા ચેકો ફન્ડઝ ઇનસફીયીયન્ટના શેરાથી સ્વીકારાયા વીના પરત ફરેલ. જેથી ચેકો રીટર્ન થતા વિરેશ રહાંગડાલેને ચેક રીટર્ન થયા અંગેની તેમજ ચેકવાળી રકમ ચુકવી આપવા એડવોકેટ નિલેશ જી.પટેલ મારફત નોટીસી આપેલ. આમ, ચેકવાળી રકમ ચુકવી આપવા નોટીસથી જાણ કરવા છતાં ચેકવાળી રકમ નહિ ચુકવતા સ્કોપ એન્ટરપ્રાઇઝના માલીક સંદીપ શુકલએ અહીંની ચીફ જયુડિશ્યલ મજીસ્ટ્રેટ કોર્ટમાં ફોજદાર ફરીયાદ દાખલ કરી હતી.

ફરીયાદી સ્કોપ એન્ટરપ્રાઇઝના માલીક સંદિપ શુકલા તરફેની રજુઆતો તથા પુરાવાઓ ધ્યાને લઇ અહિંની ચીફ જયુડિશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટે આરોપી વિરેશ  રહાંગડાલે સામે ધોરણસરની ફરીયાદ રજીસ્ટ્રરે લીધેલ છે અને વિરેશ રહાંગડલેને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઇશ્યુ કરવા હુકમ ફરમાવેલ છે. આ ફરીયાદમાં સ્કોપ એન્ટરપ્રાઈઝના માલીક સંદિપભાઇ શુકલ તરફથી રાજકોટના નિલેશ જી.પટેલ એડવોકેટ રોકાયેલા છે.

(2:45 pm IST)