Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ દુષ્‍કર્મ આચરવાના ગુનામાં આરોપીનો છૂટકારો

રાજકોટ, તા.૪: રાજકોટ શહેરમાં પાણીના ઘોડા પાસે ઇમીટેશનની આઇટમો બનાવવા કારખાનામાં સાથે કામ કરતા દરમ્‍યાન આરોપી તથા ભોગ બનનાર વચ્‍ચે સંબંધો બંધાતા ભોગ બનનાર સગીર હોવાનુ આરોપી જાણતા હોવા છતા ભોગ બનાર સાથે લગ્ન કરવા કે લગ્ન બાહય સંભોગ કરવાના ઇરાદાથી ફોસલાવીને સગીરાનું તેના વાલીના વાલીપણામાંથી અપહરણ કરી તેણીની ઇચ્‍છા વિરૂધ્‍ધ રાજકોટ તથા જુનાગઢ લઇ જઇ અલગ અલગ સ્‍થળે તેણીની ઇચ્‍છા વિરૂધ્‍ધ એક કરતા વધુ વખત શરીર સંબંધ બાંધી બળાત્‍કાર કરી જાતીય હુમલો કરી આચરેલ ગુન્‍હાના કામેનો કેસ ચાલી જતા રાજકોટના એડી. સેશન્‍સ જજે આરોપી મયુર સાવલીયાને  નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો ભોગ બનનાર પિતાશ્રી દ્વારા આરોપી વિરૂધ્‍ધ ગાંધીગ્રામ-૨ (યુની.) પોલીસ સ્‍ટેશનમાં એ મતલબની ફરીયાદ આપેલ કે ભોગ બનનાર બપોરે દોઢથી સાંજના ચાર વાગ્‍યા સુધી પાર્લરનો કોર્ષ કરવા માટે જતા હતા, બનાવના દિવસે એકાદ કલાક વહેલા પાર્લરમાં જવાનું કહી ઘરેથી નીકળેલ અને પરત આવેલ નહી અને પાર્લર પણ ગયેલ નહી જેથી અજાણ્‍યા ઇસમ વિરૂધ્‍ધ ભોગ બનનારને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે સગીરાને ભગાડી ગયેલ હોવાની આપેલ ફરીયાદમાં તપાસના અંતે માલીયાસણ ગામના રહીશ આરોપીનું નામ મયુર સાવલીયા ખુલવા પામતા આરોપીને અટક કરી તેના વિરૂધ્‍ધ ચાર્જશીટ કરવામાં આવેલ.

બંને પક્ષેની રજુઆતો, રેકર્ડ પરનો પુરાવો તથા દસ્‍તાવેજી પુરાવો લક્ષે લેતા એફ.એસ.એલ.ના પૃથકરણ અહેવાલનો પુરાવો લક્ષે લેતા જયારે ભોગ બનનાર હકીકતોનો ઇન્‍કાર કરે ત્‍યારે મેડીકલ તથા એફ.એસ.એલ. પુરાવાના આધારે આરોપીને ગુન્‍હા સાથે સાંકળી શકાય નહી તેથી તહોમતનામા અનુસારનો ગુન્‍હો કરેલ હોવાનું વ્‍યાજબી શંકા રહીત પુરવાર કરવામાં ફરીયાદપક્ષ નિષ્‍ફળ રહેલ હોવાનું માની આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં આરોપી વતી સુરેશ ફળદુ એડવોકેટ એસોસીએટસના રિપલ ગેવરીયા, ચેતન ચોવટીયા, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા તથા કમલેશ મેહતા રોકાયેલ છે.

(4:42 pm IST)