Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

લતીફ ગેંગનો સફાયો કરનાર અમદાવાદ પૂર્વ રેન્‍જ IG એ.કે.જાડેજાનું નિધન : પોલીસ બેડામાં શોકની લહેર

લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા : ઝાયડસ હોસ્‍પિટલમાં અંતિમશ્વાસ લીધા : ૧૯૮૨માં PSI તરીકે પોલીસમાં જોડાયા હતા : લતીફ ગેંગના ૧૮ શખ્‍સોને પકડી પાડયા હતા : ૫૦ હજારનું ઇનામ મળ્‍યું હતું

રાજકોટ તા. ૪ : અમદાવાદના પોલીસબેડાથી દુખદ સમાચાર બહાર આવ્‍યા છે, અમદાવાદમાં પૂર્વ રેન્‍જ આઇજી એ.કે જાડેજાનું નિધન થયું છે. તેઓ પાછલા થોડા સમયથી ઝાયડસ હોસ્‍પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતાં અને આખરે આ બીમારી સામે તેઓ જિંદગીની જંગ હારી ગયા. તેઓએ લતીફ ગેંગનો સફાયો કરવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

અનીલસિંહ કનકસિંહ જાડેજા ૧૯૮૨માં સબ-ઇન્‍સ્‍પેક્‍ટર તરીકે પોલીસમાં જોડાયા હતા. અમદાવાદમાં લતીફ વહાબ ગેંગના સાગરિતોને પકડી ઇનામ મેળવ્‍યું. ૧૯૯૦માં જીપીએસસીની એક્‍ઝામમાં ઉત્તીર્ણ થઈ નાયબ પોલીસ અધિક્ષક બન્‍યા. લતીફ ઓપરેશનની શરૂઆત કરી ગેંગના ૧૮ સાગરિતને ઝડપી પાડ્‍યા. રાજય સરકાર તરફથી તેમને ૫૦ હજારનું ઇનામ મળ્‍યું હતું. ૧૯૯૩માં રાજયમાં આતંકવાદ વિરોધી દળની સ્‍થાપના થઈ એમાં એકમાત્ર ડીવાયએસપી તરીકે નિમણૂક મેળવી. ૬ શીખ ત્રાસવાદી ઉપરાંત ખાલિસ્‍તાન લેબ્રેશન ફોર્સના સૂત્રધારોને રાઇફલો સાથે પકડયા તેમણે નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે ૨૦૧૧થી ૨૦૧૩ સીઆઇડી ક્રાઇમમાં અટપટા ગુનાઓ ઉકેલ્‍યા તથા રાજયમાં ઇન્‍ટરપોલના લાઇઝન ઓફિસર તરીકે કામગીરી કરી બજાવી હતી. ૩ ઓગસ્‍ટ, ૨૦૧૩ના સરહદી રેન્‍જ-ભુજનો ચાર્જ સંભાળ્‍યો હતો. તે સમયે તેમણે કચ્‍છ, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લાઓના સુપરવિઝન તેમજ અગત્‍યના પ્રશ્નો માટે તેઓ હાલ કાર્યશીલ રહ્યા હતા. તેઓએ કોમી હિંસા વખતે ૧૮૫૦ લોકોને બચાવ્‍યા. ૨૦૦૧માં આઇપીએસ તરીકે તેઓ નોમિનેટ થયા, ત્‍યારે સૌથી પહેલું પોસ્‍ટિંગ દાહોદમાં થયું હતું.

ગોધરાકાંડ વખતે કોમીહિંસા ફાટી નીકળી, ત્‍યારે તેમણે ૬૫૦ મુસ્‍લિમ અને ૧૨૦૦ હિન્‍દુને સલામત સ્‍થળે રાખીને તેમના જીવ બચાવી એક ફરજનિષ્ઠ અને માનવતાવાદી ફરજ અદા કરી પોલીસફોર્સનું ગૌરવ વધાર્યું હતું.

એ સમયે દેશ વિરોધી પ્રવળત્તિઓ પર સજ્જડ બ્રેક મારવા માટે ત્રાસવાદ વિરોધી દળ મજબૂત બનાવવા માટે કુલદીપ શર્માની પસંદગી કરવામાં આવેલ, અને કુલદીપ શર્મા ટીમમાં એ સમયે હાલની માફક કોઇ એસપી લેવલના અધિકારી નહિ પરંતુ ત્રણ ડીવાયએસપી હતા. જેમાં એ.કે. જાડેજા પાસે અમદાવાદની વિશેષ જવાબદારી હતી, અન્‍ય બે  ડીવાયએસપી તરીકે રાજ્‍ય પોલિસ તંત્રના કાર્યદક્ષ એવા ભરત સિહ સરવૈયા તથા યુ.ટી.બ્રહ્મભટ્ટ હતા.                          

એ.કે.જાડેજા આણંદ, દાહોદ, નવસારી, અમદાવાદ સહિત વિવિધ સ્‍થળે ફરજ બજાવેલ. છેલ્લે કચ્‍છ બોર્ડર વડા અને ત્‍યારબાદ અમદાવાદ રેન્‍જ વડા બન્‍યા બાદ અહી બે વર્ષ અગાઉ નિવળત્ત થયેલ.                     

અમદાવાદના કુખ્‍યાત ડોન લતીફ ગુજરાત છોડી નાશી ગયા બાદ  તે દિલ્‍હી હોવાની માહિતી આધારે કુલદીપ શર્મા દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચના લતિફથી પરિચિત એવા જયેન્‍દ્રસિંહ જાડેજા નામના પોલીસ સ્‍ટાફ સહિતની ટીમ સાથે એ કે જાડેજા ગયેલા. લતિફને એસ.ટી. ડી. બુથમાંથી વેશ પલટો કર્યો હોવા છતાં તેના આગલા બે સોનાના દાંત તથા ખાસ પ્રકારની દાંતમાં જગ્‍યા અંતર્ગત ઓળખી કાઢવામાં આવેલ, બિલકુલ નિર્વ્‍યસની એવા આ અધિકારીની અંતિમયાત્રા આજે સવારે તેમના નિવાસ સ્‍થાન ૨૩, પામ બીચ બંગલો, હેબતપુર ચાર રસ્‍તા,થલતેજ, અમદાવાદથી સવારે નીકળી, વી.એસ.હોસ્‍પિટલ સ્‍મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ કરવામાં આવેલ. (ડી.બી.જાડેજા, નિવળત્ત પીઆઇ મો.૯૮૨૫૨ ૦૩૨૩૧)

એ.કે જાડેજાની કારકિર્દી

અનીલસિંહ કનકસિંહ જાડેજા ૧૯૮૨માં સબ-ઇન્‍સ્‍પેક્‍ટર તરીકે પોલીસમાં જોડાયા હતા. ૧૯૯૦માં જીપીએસસીની એક્‍ઝામમાં ઉત્તીર્ણ થઈ નાયબ પોલીસ અધિક્ષક બન્‍યા હતા. તેમણે લતીફ ઓપરેશનની શરૂઆત કરી ગેંગના ૧૮ સાગરિતને ઝડપી પાડ્‍યા હતા. જે બાદ અમદાવાદમાં લતીફ વહાબ ગેંગના સાગરિતોને પકડી ઇનામ મેળવ્‍યું હતું. રાજય સરકાર તરફથી તેમને ૫૦ હજારનું ઇનામ મળ્‍યું હતું. આ સફળતા બાદ ૧૯૯૩માં રાજયમાં આતંકવાદ વિરોધી દળની સ્‍થાપના થઈ એમાં એકમાત્ર ડીવાયએસપી તરીકે નિમણૂક મેળવી હતી. તેમણે ૬ શીખ ત્રાસવાદી ઉપરાંત ખાલિસ્‍તાન લેબ્રેશન ફોર્સના સૂત્રધારોને રાઇફલો સાથે પકડયા હતા. આ ઉપરાંત નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે ૨૦૧૧થી ૨૦૧૩ સીઆઇડી ક્રાઇમમાં અટપટા ગુનાઓ ઉકેલ્‍યા હતા.

(3:23 pm IST)