Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મોદીજી ન હોત તો દેશ બરબાદ થાતઃ પૂ.સાક્ષી મહારાજ

ઉતરપ્રદેશ-ઉન્નાવના તેજોતર્રાર સાંસદ ‘અકિલા'ની મુલાકાતે : કોંગ્રેસ હિન્દુઓને આતંકી સાબીત કરવા મથતી હતીઃ મોદીજીઍ દેશ બચાવી લીધોઃ હિન્દુઓ સ્વરક્ષણ માટે હથીયાર રાખેઃ પાકિસ્તાન કરતા ભારતમાં મુસ્લીમોની વસ્તી વધારે છે, મુસ્લિમોનો લઘુમતી દરજ્જા ખતમ કરોઃ યોગીજીનો લાઉડ સ્પીકર નિર્ણય દેશભરમાં લાગુ કરો

ઉત્તરપ્રદેશ-ઉન્નાવના તેજોતર્રાર સાંસદ પૂ.સાક્ષી મહારાજ આજે ‘અકિલા'ના મહેમાન બન્‍યા હતા. ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પૂ.સાક્ષી મહારાજ નજરે પડે છે. સાથે લોધા-ક્ષત્રીય સમાજના આગેવાનો ઉમેદભાઇ જરીયા, કેતનભાઇ જરીયા, હસુભાઇ જરીયા, નીતીનભાઇ જરીયા, જયેશભાઇ જરીયા, ભાવસીંગભાઇ જરીયા, સુરેશભાઇ જરીયા, કુલસીંગભાઇ જરીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

રાજકોટ તા. ૪ :.. ‘મોદીજી ન હોત તો દેશ બરબાદ થઇ જાત... નરેન્‍દ્રભાઇએ દેશ બચાવી લીધો છે.' આ શબ્‍દો ઉત્તર પ્રદેશ - ઉન્‍નાવના તેજોતર્માર સાંસદ પૂ. સાક્ષી મહારાજના છે. સૌરાષ્‍ટ્રની યાત્રા દરમિયાન પૂ. સાક્ષી મહારાજ ‘અકિલા' ની મુલાકાતે પધાર્યા હતા અને વિવિધ વિષયો - પ્રશ્નો પર સ્‍પષ્‍ટ મંતવ્‍યો રજૂ કર્યા હતાં. પૂ. મહારાજજીએ જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રીય ફલક પર મોદીજીના આગમન પૂર્વે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો હિન્‍દુ સમાજને આતંકવાદી જાહેર કરવાની દિશામાં દોડતા હતાં. સાધુ - સંતોને જેલમાં ધકેલી દેવાતા હતાં. બિનસાંપ્રદાયિકતાનો દંભ કરીને ભગવા વષાો અને સનાતન પરંપરા પર હુમલા થયા હતાં. આ સ્‍થિતિમાં મોદીજીનું આગમન થયું અને દેશ-સનાતન પરંપરા બચી ગયા.

પૂ. સાક્ષી મહારાજે આગળ જણાવ્‍યું હતું કે, મોદીજી અસામાન્‍ય વ્‍યકિતત્‍વ ધરાવે છે. તેનામાં ઇશ્વરીય શકિતનો વાસ છે. દૈવી શકિત તેમની સાથે છે. મોદીજી ખુદ ક્રિષ્‍ન  અવતાર સમાન છે. નિષ્‍ણાત જયોતિષીઓએ કુંડળીનો ગાઢ અભ્‍યાસ કરીને કહ્યું છે કે, મોદીજીનો જેટલો વિરોધ થશે તેટલા તે મજબૂત થશે. અને વધારે વિકાસકાર્યો કરી શકશે.

વસ્‍તી નિયંત્રણ ધારા અંગે પૂ. મહારાજે જણાવ્‍યું હતું કે, આ કાયદો અમલમાં નહિ આવે તો દેશ નહિ બચે. ચાર બીબી અને ૪૦ બાળકોની દેશને અસમતોલ કરે છે. દેશની રક્ષા માટે બને તેટલો ઝડપથી વસ્‍તી નિયંત્રણ કાયદો લાગુ કરવો જરૂરી છે.

સમાન નાગરિક કાનૂન અંગે પૂ. મહારાજશ્રીએ કહ્યું હતું કે, આ કાયદો પણ દેશ માટે અનિવાર્ય છે, પાકિસ્‍તાન કરતા ભારતમાં મુસ્‍લિમોની વસ્‍તી વધારે છે. ભારતમાં  મુસ્‍લિમોનો લઘુમતી દરજજો ખતમ થવો જોઇએ.

તેઓએ આગળ કહ્યું હતું કે, કેરળ-પ. બંગાળ તથા યુપીના અમુક હિસ્‍સામાં હજુ ખતરનાક સ્‍થિતિ છે. રામ નવમી તહેવાર પર પથ્‍થર ફેંકાયા હતાં. આ પથ્‍થર જેહાદ છે, તેની સામે આપણે લડવાનું છે. હિન્‍દુ સમાજે સમજવું પડશે. સ્‍વરક્ષણ માટે નકકર કંઇક કરવું પડશે. ભારતના બજેટનો મોટો હિસ્‍સો સુરક્ષા માટે વપરાય છે. દેશ પર કોઇ હૂમલો કરે તો નિર્ણાયક પ્રતિકાર કરવા સજ્જ રહેવું જ પડે. ભારત કોઇ દેશ પર હુમલો કરતું નથી, પણ કોઇના હુમલાનો  નિર્ણાયક, પ્રતિકાર કરવા સક્ષમ છે. આ રીતે જ દરેક હથિયારો રાખવા જરૂરી છે. આપણે હુમલા કરવાના નથી, પણ કોઇ હુમલો કરે તો તેનો જડબાતોડ જવાબ આપવા હિન્‍દુ પાસે સાધનો હોવા જ જોઇએ.

પૂ. સાક્ષી મહારાજે જણાવ્‍યું હતું કે, મોટાભાગનાં મુસ્‍લિમ રાષ્‍ટ્રોમાં પણ હિજાબ  પરંપરા પ્રતિબંધિત છે. ભારતમાં અનેક ઘટનાઓ એવી બની છે કે, હિજાબમાં ત્રાસવાદીઓ ઝડપાયા છે. હિજાબ પહેરવો હોય તો ઘરમાં પહેરો ભારતમાં જાહેરમાં હિજાબ પરંપરા પ્રતિબંધિત થવી જોઇએ. રાષ્‍ટ્રની સુરક્ષા માટે આ પ્રતિબંધ જરૂરી છે. સાક્ષી મહારાજે ત્‍યાં સુધી કહી દીધું હતું કે, ધરતી પર કુરાન-મદરેસા-મૌલવીઓ  છે ત્‍યાં સુધી એ લોકોમાં સુધારો નહિ આવે. આપણે સાવધ-જાગૃત રહેવું જરૂરી છે.

પૂ. સાક્ષી મહારાજે અંતે જણાવ્‍યું હતું કે, ભારતનું સદ્‌્‌ભાગ્‍ય છે કે મોદીજી જેવું અસામાન્‍ય નેતૃત્‍વ પ્રાપ્ત થયું છે. દેશ અને સનાતનને બચાવીને તેનું ગૌરવ વધે તેવા સફળ પ્રયાસો મોદીજી સતત કરે છે, આવું નેતૃત્‍વ મજબૂત રહે તે જવાબદારી નાગરીકોની છે.

 

યોગીજી અવતારી પુરૂષઃ પૂ. સાક્ષી મહારાજ

યુ.પી.ની લાઉડ સ્‍પીકર અને બુલડોઝર નીતિ દેશભરમાં અમલ કરવો જરૂરી

રાજકોટ તા.૪ : ઉન્નાવના સાંસદ અને આક્રમક નેતા પૂ. સાક્ષી મહારાજે ‘અકિલા'ની મુલાકાત દરમિયાન જણાવ્‍યું હતું કે, ઉત્તર પ્રદેશના મુખ્‍ય મંત્રી યોગી આદિત્‍યનાથજી અવતારી પુરૂષ સમાન છે. આત્‍મબળ-નિષ્‍ઠા અને તાકાતથી યોગીજીએ પ્રભાવ પાથર્યો છે. યુ.પી.માં તેઓ બુલડોઝર બાબા તરીકે ઓળખાવા લાગ્‍યા છે.

પૂ.મહારાજે કહ્યું હતું કે, ભુતકાળમાં રાજનીતિમાં માફિયાઓ ઘુસી ગયા હતા. જમીનો પર કબ્‍જા કર્યા હતા. રાજનિતીના જોરે સામાન્‍ય લોકો પર ત્રાસ ગુજારયા હતા. રાજનીતિમાં મોદીજી-યોગીજીની સત્તા પ્રારંભ થતા સ્‍થિતિ બદલાઇ છે. માફિયાઓને જમીન પર કબજા છોડવાનો અને કાનૂન સમક્ષ હાજર થવાની તક અપાઇ હતી. બાદમાં બુલડોઝર નીતિ શરૂ કરાઇ હતી દોષિતો સામે બુલડોઝર ચાલતા જ રહેશે. આ નીતિ પુરા દેશમા લાગુ થવી જરૂરી છે.

પૂ. સાક્ષી મહારાજે જણાવ્‍યું હતું કે, નિરંતર સેવા અને સનાતન સેવા યોગીજીની સાંપ્રદાયિક પરંપરા છ.ે યોગી આદિત્‍યનાથજીના ગુરૂના ગુરૂ પૂ. દિગ્‍વીજયજીએ આઝાદીની લડતમાં યોગદાન આપ્‍યું હતું યોગીજીના ગુરૂએ રામ મંદિર લડતમાં યોગદાન આપ્‍યું હતું. શિષ્‍ય તો પુત્ર સમાન ગણાય યોગી આદિત્‍યનાથજી ગુરૂ પરંપરા પ્રમાણે  રાષ્‍ટ્ર સેવામાં નિમંદીહ સક્રીય છે.

 

રાહુલ કોંગ્રેસના મોટા નેતા છે એ ભાજપનું સદ્‌ભાગ્‍ય છે !

ભાજપનો પરાજય થાય તો હિન્‍દુ સમાજનું દુર્ભાગ્‍ય ગણાય : પૂ.સાક્ષી મહારાજ

રાજકોટ,તા. ૪ : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અંગે સવાલ કરતા પૂ.સાક્ષી મહારાજે જે કટાક્ષમાં કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી કોંગ્રેસના મોટા નેતા છે એ ભાજપનું સદ્‌ભાગ્‍ય છે!

મોદીજીના નેતૃત્‍વમાં ભાજપે અકલ્‍પનીય લાગતા કાર્યો સિધ્‍ધ કરી દેખાડયા છે. કલમ ૩૭૦ જમ્‍મુ-કાશ્‍મીરમાં રદ થઇ.

ત્રણ તલાક અંગે કાનુન બન્‍યા. અયોધ્‍યામાં રામજન્‍મ ભૂમિ વિવાદ ઉકેલાયો. કોંગ્રેસની અને અન્‍ય શકિતઓની સતત નકારાત્‍મક માનસિકતા વચ્‍ચે આ કાર્યો થયા છે. આ બાબત સતાધીશની શકિતનો પરિચય છે આ કાર્યો કર્યા બાદ ભાજપ પરાજિત થાય તો હિન્‍દુ સમાજનું દુર્ભાગ્‍ય ગણાય.

 

ગુજરાતમાં માફિયા પર બુલડોઝર ચલાવો

અસામાજિકોને તાકાતનો પરચો મળવો જોઇએઃ કેજરીવાલ કાચિંડા કરતા પણ ઝડપથી રંગ બદલે છે, ગુજરાતીઓ સાવધાન રહે

રાજકોટ તા. ૪ : ‘અકિલા'ની મુલાકાતે પધારેલા પૂ.સાક્ષી મહારાજે જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં પણ માફિયા પર બુલડોઝર ચાલવા જોઇએ સત્તાધીશો સામાન્‍ય નાગરિકને સુરક્ષા આપવાની હોય, તે માટે સંવેદનશીલતા જરૂરી છે, પરંતુ માફિયાગીરી કરનારાઓ પ્રત્‍યે સત્તાધીઓ તાકાતનો પરચો દેખાડવાનો હોય. માફિયાઓ-દોર્ષિતો વિરૂધ્‍ધની યોગીજીની બુલડોઝર નોતી ગુજરાત સહિત દેશભરમાં લાગુ થવી જોઇએ.

પૂ.સાક્ષી મહારાજે જણાવ્‍યું હતું કે, યુ.પી.બાદ મધ્‍યપ્રદેશ તથા દિલ્‍હીમાં પણ બુલડોઝર પ્રયોગ થયા હતા દિલ્‍હીમાં કોર્ટ કાર્યવાહીના કારણે થોડી મુશ્‍કેલી થઇ છે.

તેઓએ કહ્યું હતું. કે, દિલ્‍હીમાં ‘આપ' ની સત્તા છે. દિલ્‍હી નર્ક સમાન બન્‍યું છે. દેશમાં સૌથી વધારે દુષણ દિલ્‍હીમાં છે કેજરીવાલના કોમી તનાવ સર્જવાનું ફાવે છેે. પંજાબમાં હિન્‍દુ-ખાલીસ્‍તાનોને સામ-સામે લાવીને ‘આપ' સત્તા મેળવી છે. શપપ વિધિમાં પણ ખાલીસ્‍તાનના નારા લાગ્‍યા હતા. આ સરકાર ૧-ર વર્ષથી વધારે નહિ રહે.

પૂ.સાક્ષી મહારાજે કહ્યું હતું કે, કેજરીવાલ કાચિંડાથી પણ વધારે ઝડપથી મંત્ર બદલે છે ગુજરાતીઓએ તેનાથી સાવધ રહેવું જરૂરી છેે.

(3:43 pm IST)