Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કોરોના નહિ આવે તો લોકમેળો યોજીશું

ચીનના ૨૭ શહેરમાં લોકડાઉન છે : સાવચેતી જરૂરીઃ હવે તૈયારીઓ કરીશું, કલેકટરનો નિર્દેશ

રાજકોટ તા. ૪ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ ‘અકિલા'ને જણાવ્‍યું હતું કે, જો કોવિડ - કોરોના નહિ આવે તો, કેસો નહિ વધે તો તંત્ર ૧૦૦ ટકા રાજકોટનો જગવિખ્‍યાત ભાતીગળ મેળો યોજીશું.

તેમણે ચિંતા વ્‍યકત કરતા કહ્યું કે, રાજકોટ - ગુજરાતમાં કોરોનાના કેસો નથી, જે આવે છે તે નહિવત છે, પરંતુ ચીનમાં કેસો વધ્‍યા છે, ત્‍યાં ૨૭ શહેરોમાં લોકડાઉન છે, આથી સાવચેતી પણ ખૂબ જરૂરી છે.

લોકમેળાની ફાઇલ - મીટીંગ અંગે કલેકટરે જણાવેલ કે, હજુ ફાઇલ મંગાવી નથી, થોડા દિવસ પછી મીટીંગ યોજીશું, હવે તૈયારીઓ કરીશું. તેમણે જણાવેલ કે, મેળો ન્‍યુ રેસકોર્ષ નહિ પરંતુ જ્‍યાં યોજાય છે તે રેસકોર્ષના મેદાનમાં જ યોજાશે, કારણ કે અહિં સરખો માહોલ જામશે, ન્‍યુ રેસકોર્ષમાં એવો માહોલ નહિ રહે.

(4:02 pm IST)