Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

પ્રજ્ઞાચક્ષુઓને પ્રેરણા આપતા 'રૂક જાના નહીં' પુસ્તકની મરાઠી આવૃત્તિ પ્રકાશિત

રાજકોટ : પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગો ધારે તો શું ન કરી શકે? વાત અંજારના પ્રજ્ઞાચક્ષુ ડો. ભાવેશ ભાટીયાની છે. તેમણે નાના પાયે શરૂ કરેલ મીણબતીનું ઉત્પાદન હાલ હજારો પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી આપી રહ્યુ છે. તેઓ કહે છે કે ૨૬ વર્ષ પહેલા એક હાથગાડી તથા ૨૦ કિલો મીણના સથવારે શરૂઆત કરી હતી. આજે ૧૦ હજાર ડીઝાઇનની મીણબતીઓ બનાવીએ છીએ. જે ૬૫ દેશોમાં નિકાસ થાય છે. સનરાઇઝ કેન્ડલ આજે વિશ્વ લેવલે જાણીતી બની છે. ભાવેશભાઇ ભાટીયા (મો.૯૮૫૦૬૦૦૬૩૪) ના જીવન આધારીત પુસ્તક 'રૂક જાના નહીં' ની મરાઠી આવૃત્તિનું તાજેતરમાં રાજભવન ખાતે ગવર્નર ભગતસિંઘ કોશિયારીની ઉપસ્થિતિમાં વિમોચન કરાયુ હતુ. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:21 pm IST)