Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

લૂંટના ગુનાઓમાં બે મહિનાથી ફરાર પરેશ ઉર્ફે મદારીને આજીડેમ પોલીસે શીતળાધાર પાસેથી દબોચ્યો: અગાઉ બે આરોપી પકડાતા નામ ખુલ્યું હતું

પીઆઇ વી.જે. ચાવડાની ટીમની કામગીરી: એએસઆઈ યશવંત ભગત અને કોન્સ. ઉમેદ ગઢવીની બાતમી

રાજકોટ: લૂંટના ગુનામાં બે મહિનાથી ફરાર શખ્સને આજીડેમ પોલીસની ટીમે પકડી લીધો છે. આજીડેમ પોલીસ સ્ટેશનમા લૂંટના ગુન્હાઓ દાખલ થયેલ હોઇ એ ગુન્હાઓના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા સુચના કરવામાં આવેલ જે અંગે પોલીસ ઇન્સ્પેકટર વી.જે.ચાવડાના સુપરવિઝન હેઠળ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા માટે આજીડેમ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી તમામ પ્રયત્નો કરવા સુચના કરવામા આવેલ હતી.

દરમિયાન એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત તથા પો.કોન્સ. ઉમેદભાઇ ગઢવીને મળેલ ચોક્કસ બાતમી આધારે શીતળાધાર મફતિયાપરાથી ખોખડદળ ગામ તરફ જતા રોડ ઉપર પારલેના ગોડાઉન નજીકથી પરેશ ઉર્ફે મદારી મંછારામ દેવમુરારી-બાવાજી (ઉ.વ-૩૮ રહે.કમીગઢ ગામ મફતીયા પ્લોટ તા. જી. અમરેલી)ને પકડી લીધો છે.

 વિગત એવી ચગે કે ગઈ તા.૦૫/૦૭/૨૦૨૧ ના રોજ રાત્રીના સમયે સાંઇબાબા સર્કલથી સ્વાતી પાર્કના ગેઇટ પહેલા મોસા. ઉપર ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા એક નાગરીકને છરી બતાવી કુંટી લેવાનો બનાવ બનેલ જે અનુસંધાને પોલીસ સ્ટેશન ખાતે આજીડેમ IPC કલમ ૩૯૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરાયો હતો. ગઈ તા.૧૧/૦૩/૨૦૦૧ના રોજ રાત્રીના સમયે ગોંડલ રોડ પરીન ફર્નીચર સામે હાઇવે રોડ ઉપર મો.સા. ઉપર ત્રણ અજાણ્યા ઈસમો દ્વારા બે નાગરીકોને છરી બતાવી લૂટી લેવાનો બનાવ બનેલ જે અનુસંધાને પોલીસ સ્ટેશન ખાતે આજીડેમ સુનં.૧૧૨૦૮૦૦૨૨૧૧૭૯૭/૨૦૨૧ IPC કલમ ૩૯૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ. 

જે બંને ગુનાઓનો ભેદ માલવિયાનગર પો.સ્ટે. દ્વારા ઉકેલી અગાઉ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ તથા આગળની તપાસ આજીડેમ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ.ડી.વાળા નાઓએ હાથ ધરેલ.આ કામે આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્ડપેકટર એમ.ડી.વાળાની ટીમે નાસતા ફરતા આરોપી અગેની માહિતી મેળવવા માટે કાર્યરત હતી. આ ગુનામાં અન્ય ત્રીજો આરોપી પરેશ ઉર્ફે મદારી મંછારામ દેવમુરારી સંડોવાયેલ હોવાની કબુલાત આપેલ હતી ત્યારથી પરેશ ઉર્ફે મદારી ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. જે આજે પકડાઈ ગયો છે.

 આરોપીનો ગુનાહિત ઈતિહાસ : (૧) અમરેલી રૂરલ પો.સ્ટે. II ગુ.ર.નં. ૬૭/૨૦૧૭ ઇ.પી.કો. કલમ- ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ મુજબ (૨) રાજકોટ શહેર થોરાળા પો.સ્ટે. ગુ.ર.નં, ૨૩૯૪/૨૦૨૧ પ્રોહી કલમ- ૬૫ એ.એ., ૧૧૬ (બી), ૯૮ મુજબ.

આ કામગીરી શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ (I/C-ઝોન-૧), તથા મદદનીશ પોલીસ કમિશનર એચ.એલ.રાઠોડની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર વી.જે.ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.ડી.વાળા તથા એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત તથા HC ઇંદ્રસિંહ ગુલાબસિંહ તથા HC કૌમેન્દ્રસિંહ ઝાલા તથા PC કુલદીપસિંહ જાડેજા તથા PC જયપાલભાઇ બરાળીયા તથા PC શૈલેષભાઇ ગઢવી તથા PC ઉમેદભાઇ ગઢવી તથા PC ભીખુભાઇ મૈયડ સહિતે કરી છે.

 

(વી.જે.ચાવડા)

(8:20 pm IST)