Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

યાર્ડમાં કોણે કોને મત આપ્યો તે ખબર પડી જાય ? રાદડિયાના વિધાનથી વિવાદ

જયેશ રાદડિયા કહે છે અંદરો-અંદર વાતચીતથી ખબર પડે તેવો કહેવાનો મતલબ હતો, કોઇને ધમકી આપેલ નથી

રાજકોટ તા. ૪ : બેડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતદારના મતપત્રકની એક બાજુની નંબર સાથેની કાપલી તંત્ર પાસે રહે છે તેથી કોણે કોને મત આપ્યો તે જાણવાનું શકય બને છે. યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલના સમર્થનમાં તાલુકા બેઠકો વખતે ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ આવા મતલબની વાત કરી મતદારોને આડકતરી ધમકી આપ્યાની વાત વહેતી થઇ છે. મંડળીઓ બેંક સાથે જોડાયેલી હોવાથી આ મુદ્દાની ગંભીરતા વધી જાય છે. સોશ્યલ મીડિયામાં આ મુદ્દો ચર્ચાની એરણે છે.

દરમિયાન જયેશ રાદડિયાએ જણાવેલ કે, ચૂંટણી પછી મતદારોની અંદરો અંદરની વાતચીતથી બે મહિનામાં તેના ચૂંટણી વખતના વલણની ખબર પડી જાય તેવા મતલબની મોટી વાત હતી. અમે વર્ષોથી ચૂંટણી લડીએ છીએ. મતદારોને ધમકી આપવાની જરૂર નથી. બેડી યાર્ડના ૯૮ ટકા મતદારો ભાજપ પ્રેરિત પેનલ સાથે છે.

(3:15 pm IST)