Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

આઝાદી કા અમૃત મહોત્સવ, કલીન ઇન્ડિયા અભિયાન તથા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે મહાનગરપાલિકા દ્વારા ૩૬ સફાઇ કામદારોનું સન્માન : ૧૮ વારસદારોને નોકરીના નિમણુંક પત્ર

શહેરને સ્વચ્છ રાખવા, કોવીડમાં તેમજ વાવાઝોડા અંતર્ગત અન્ય શહેરોમાં ફરજ બજાવતા સફાઇ કામદારોને શુભેચ્છા પાઠવતા મેયર ડો.પ્રદિપ ડવ

રાજકોટ :  મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, કલીન ઇન્ડિયા અભિયાન  તથા પૂજય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી  પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે  ૩૬- સફાઈ કામદારોનું સન્માન તથા અવસાન પામેલ સફાઈ કામદારના ૧૮ વારસદારોને મહાનુભાવોના હસ્તે નોકરીના નિમણુંક પત્ર એનાયત કરાયા હતા. તે વખતની તસ્વીરઆ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન  શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડે.કમિશનર આશિષ કુમાર, ચેતન નંદાણી, એ.કે.સિંઘ તેમજ સફાઈ કામદારો ઉપસ્થિત રહેલ.મેયર ડો.પ્રદિપ ડવએ જણાવેલ કે, કોઈપણ બિલ્ડીંગ બહારથી ખુબજ સુંદર દેખાતું હોય તેમાં તમામ કામદારોની મહેનત હોય છે. એ જ રીતે શહેરને સ્વચ્છ રાખવામાં સફાઈ કામદારોનો મહત્વનો ફાળો હોઈ છે. કોવીડમાં સફાઈ કામદારો રજા લીધા વગર કામ કરે છે તેમજ સ્મશાનની કામગીરીમાં અને વાવાઝોડાના કામે અન્ય શહેરોમાં સફાઈની કામગીરી વિના સંકોચે નિભાવેલ છે જે ગૌરવની બાબત છે. તેમજ આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનરે સૌના શાબ્દિક સ્વાગત સાથે જણાવેલ કે, સ્વચ્છતા સર્વેક્ષણ કામગીરીમાં મહેનત કરી રહ્યા છે તે રીતે આ વખતે પણ સૌ સાથે મળી ખૂબ મહેનત કરીશું.

(3:29 pm IST)