Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

સરધાર પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે પાંચ પકડાયા

આજીડેમ પોલીસ બીસલ ઉર્ફે મુકેશ, બાશીરામ, સુનીલ, તેરસીંગ અને હતરીયો ઉર્ફે હતીયાને દબોચ્યા

રાજકોટ,તા. ૪ : ભાવનગર રોડ પર સરધાર ગામ પાસે આજીડેમ પોલીસે બાતમીના આધારે પાંચ શખ્સોને ત્રણ ચોરાઉ બાઇક સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ સરધાર ગામ નવાગામ જવાના રસ્તે રસ્તે શંકાસ્પદ પાંચ શખ્સો નંબર પ્લેટ વગરના ત્રણ બાઇક સાથે ઉભા હોવાની આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. પરેશભાઇને બાતમી મળતા પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ સરધાર પોલીસ ચોકીના એ.એસ.આઇ. એમ.બી.જાડેજા, હેડ કોન્સ. પરેશભાઇ તથા વિક્રમભાઇ સહિતે સરધાર ગામ પાસેથી નંબર વગરના ત્રણ મોટર સાયકલ સાથે મૂળ અલીરાજપુરના કંદાગામ હાલ નવાગામ પાસે વિક્રમભાઇ આહીરની વાડીમાં  રહેતો બિસલ ઉર્ફે મુકેશ દેશરીયાભાઇ ભીલાલ (ઉવ.૩૦), ખરગોન જીલ્લાના દેવજીલીગામ હાલ નવાગામ પાસે જેસીગભાઇ આહીરની વાડીમાં રહેતો બાશીરામ મડીયાભાઇ ભીલ (ઉવ.૩૦), નવાગામ પાસે પપ્પુભાઇ આહીરની વાડીમાં રહેતો સુનીલ વેરસીંગભાઇ વાસકેલા (ઉવ.૨૦), મધ્યપ્રદેશના ચાંદપુરનો હાલ ખોરાણાગામ નાગજીભાઇ પટેલની વાડીમાં રહેતો તેરસીંગ શેખડાભાઇ ડાવર (ઉવ.૧૯) અને અલીરાજપુરના કંદાગામનો હાલ નાના ઇટાળા ગામના રણછોડભાઇ પટેલની વાડીમાં રહેતા હતરીયો ઉર્ફે હતીયો સમરૂભાઇ ભીલ (ઉવ.૧૯)ને પકડી લઇ બાઇકના કાગળો અને લાયસન્સ માગતા પાંચેય શખ્સો ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. બાદ પાંચેયની વધુ પુછપરછ કરતા આ ત્રણેય બાઇક ચોરી કર્યાની કબુલાત આમતા પોલીસે પાંચેયને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:35 pm IST)