Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

બોગસ રેલ્વે ભરતી કૌભાંડમાં આરોપીની ''ચાર્જશીટ'' બાદની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ૪ : બોગસ રેલ્વે ભરતી કૌભાંડમાં આરોપી અટલ મદનગોપાલ ત્રિપાઠી રહે. લખનઉવાળાની ચાર્જશીટ બાદની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજુર કરેલ છે.

આ બનાવની વિગત એવી છે કે, ભારતીય રેલ્વેમાં બોગસ ભરતી કરાવી ખોટી રીતે પૈસા પડાવી લઇ બેકાર યુવાનોને ખોટી નોકરી આપવાની લાલચ આપી તેમની સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરવાના ગુન્હામાં (૧) શૈલેષ દલસાણીયા(ર) હિમાંશુ પાંડે (૩) આટલ મદનગોપાલ ત્રિપાઠી (૪) ઇકબાલ ખત્રી (પ) રાકેશકુમાર ભગત વિગેરે સામે રાજકોટ શહેરના ડી.સી.બી. પો.સ્ટે.માં આઇપીસી કલમ ૪૦૬, ૪ર૦,૪૬પ વિગેરેના કામે ગુન્હો નોંધવામાં આવેલો  હતો.

આ કામે હાલના અજરદાર/આરોપીની તા.ર/૪/ર૦ર૧ ના રોજ અટક કરવામાં આવેલી સદરહું ગુન્હામાં આરોપીને ચાર્જશીટ પહેલા પણ જામીન અરજી કરેલી જે નામ. સાહેબની કોર્ટે નામંજુર કરેલી હાલ આ કેસમાં ચાર્જશીટ થઇ ગયેલ હોય જેથી ફરી વખત આરોપીએ રેગ્યુલર લેખીત અરજી કરેલ હતી જે અંગે સરકારી વકીલ પરાગ શાહની રજુઆત ધ્યાને લઇને સેસન્સ કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરી હતી.

આ કામના સરકારપક્ષે એ.પી.પી. પરાગ એન. શાહ રોકાયા હતા.

(3:36 pm IST)