Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

છ માસનું બાળક હોઇ પતિએ કામે જવાની ના પાડતાં એસિડ પી પત્નિનો આપઘાત

કોઠારીયા સોલવન્ટનો બનાવઃ હિરલબેને ત્રણ દિવસની સારવારને અંતે દમ તોડ્યો

રાજકોટ તા. ૪: કોઠારીયા સોલવન્ટમાં રહેતી હિરલબેન કિશનભાઇ જમોડ (કોળી) (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ એસિડ પી લેતાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

હિરલબેને તા. ૧/૧૦ના રોજ એસિડ પી લેતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ આજે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. હિરલબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં છ માસનો એક પુત્ર છે. તેણીને બહાર કામ કરવા જવું હોઇ પતિએ દિકરો હજુ નાનો હોઇ ઘરે જ રહેવા કહેતાં બંને વચ્ચે તે અંગે ચડભડ થતાં માઠુ લાગી જવાથી તેણીએ આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:37 pm IST)