Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ગાંધી જયંતિએે ક્રાઇસ્ટ કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન

રાજકોટ : ક્રાઇસ્ટ કોલેજ વિવિધ સામાજિક ઉત્કર્ષ અને વિદ્યાર્થીના સતત વિકાસ સાથે જોડાયેલ પ્રવૃતિમાં આગળ હોય છે. ગાંધી જયંતિએ સ્વચ્છતા અભિયાન યોજાયો હતો.  કાર્યક્રમને સફળ બનાવવા ક્રાઇસ્ટ કોલેજ એનસીસી, રોટરેકટ અને નેચર કલબના કો-ઓર્ડીનેટરએ જહેમત ઉઠાવી હતી. જે અનુક્રમે લે. દિવ્યરાજસિંહ જાડેજા,  ગૌરવ  વોરા અને ડો. જિજ્ઞાસા જોશી તેમજ વિવિધ કલબના વિદ્યાર્થી સભ્યો જોડાયા હતા. વિદ્યાર્થીઓને ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલ લોકહિતમાં યોજાયેલ કાર્યક્રમને બિરદાવવા અને સ્વચ્છ ભારતનું મહત્વ સમજાવવા ક્રાઇસ્ટ કેમ્પસના ડિરેકટર ફાધર ડો. જોમાન થોમાંના ક્રાઇસ્ટ કોલેજના પ્રિન્સિપાલ ડો. ઇવોન ફર્નાન્ડિસ તેમજ વિવિધ વિભાગના વડા ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક ઉત્કર્ષના કાર્યમાં સહભાગી બન્યા.

(4:10 pm IST)