Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

તેરે જેસા યાર કહાં... મીરાણી - રૈયાણીની ભાઇબંધી

કમલેશ મિરાણી અને અરવિંદ રૈયાણીએ એકબીજા માટે ગાયું ગીતઃ કાર્યકરોમાં ઉત્સાહ વધાર્યો

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશ મીરાણી તથા રાજકોટ પૂર્વ બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નવનિયુકત મંત્રી શ્રી અરવિંદ રૈયાણીએ પરસ્પર મિત્રતા દર્શાવી દિલોજાન થી  એકબીજા માટે ગાયું ગીત 'તેરે જેસા યાર કહા' અને કાર્યકર્તાઓ માં ઉમંગ ઉત્સાહ  વધાર્યો હતો.

' જન આશીર્વાદ યાત્રા'  શહેરના વોર્ડ નંબર ૪માં બાલક હનુમાનજી મંદિર નજીક યાત્રા પહોંચી ત્યારે  કલાકાર ગાયક શ્રી તેજસ શીશાંગીયા  મિત્રાચારીની લાગણીની અભિવ્યકિત સમુ ઉત્સાહપ્રેરક લોકપ્રિય હિન્દી ગીત ' યારા તેરી યારી' ગીત ગાવાની શરૂઆત કરતા હતા આ સમયે ત્યાં  શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી સહિત અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા ત્યારે   શ્રી કમલેશ મીરાણીએ હૃદયના ઉમળકાની અભિવ્યકિત માટે અચાનક ગાયક કલાકાર તેજસભાઇ શીશાંગિયાને બોલાવી તેમની સાથે તેમના પક્ષના સહયોગી મિત્ર નવનિયુકત મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીને સંબોધી 'તેરે જેસા યાર કહા, કહા એસા યારાના , યારા તેરી યારી કો મેને તો ખુદા માના' ગીત ગાયું હતું. આ ઘડી રાજકારણમાં કદાચ ભાગ્યે જોવા મળે તેવી હળવાશની પળ હતી જે જોતા ત્યાં હાજર દરેક લોકોના ચહેરા પર અલગ સ્મિત જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં યોજાયેલ મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીની'જન આશીર્વાદ યાત્રા'ને લોકોએ આપેલ પ્રચંડ સમર્થન તેમની પ્રધાનમંડળમાં થયેલ સમાવેશને આવકારની પ્રતીતિ કરાવતું હતું.

(4:12 pm IST)