Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

શહેરમાં કોરોના પોઝિટિવ કેસ આવે તે વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી શેરી ગરબાને પણ મંજૂરી અપાશે નહીં

સરકારની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ કરાશે : અમિત અરોરા

રાજકોટ,તા.૪: શહેરમાં જયાં પણ કોરોના પોઝિટિવ કેસ આવે તે વિસ્તારને કન્ટેઈનટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. આ વિસ્તારમાં લોકોએ જીવન જરૂરિયાતના કામો માટે જ બહાર જવાની મંજૂરી હશે. તે સિવાય કોઈ જ બહાર નીકળી શકશે નહીં. આવા કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં શેરી ગરબાને પણ મંજૂરી આપવામાં આવશે નહીં. તેમ સરકારની ગાઇડ લાઇનનો ચુસ્ત પણે શહેરમાં અમલ કરવામાં આવશે. તેમ મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું.

જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ અને હવે સૌથી લાંબો ચાલનાર તહેવાર નવરાત્રિ આવી રહી છે. નવરાત્રી દરમિયાન લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે.

આ અંગે મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા જાહેર થયેલ ગાઇડ લાઇનનો મ.ન.પા. દ્વારા અમલ કરાવવામાં આવશે. મ.ન.પા. દ્વારા નવું જાહેર કરવામાં આવ્યુ નથી.

વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં નવરાત્રિ સહિતના તહેવારો દરમિયાન કોરોનાના કેસ વધે નહીં અને સંક્રમણ ફેલાય નહીં તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આદેશ મુજબ આપણે કોરોના ટેસ્ટિંગ ચાલુ છે અને રોજ ૧૫૦૦થી વધુના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.આગામી દિવસોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે. મોટા તહેવારમાં આપણે આગામી દિવસોમાં ટેસ્ટિંગ અને વેકિસનેશન બૂથ વધારવામાં આવશે.

(4:14 pm IST)