Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જીએસટી ટેક્‍સ આસિસ્‍ટન્‍ટના પત્‍નિએ કર્યો ગળાફાંસો ખાવાનો પ્રયાસ

કાલાવડ રોડ ક્રિસ્‍ટલ મોલ સામે જીએસટી ઓફિસર્સ કોલોનીમાં બનાવ : તાલુકા પોલીસે પતિ, સસરા, સાસુ અને નણંદો વિરૂધ્‍ધ ગુનો નોંધી કાર્યવાહી કરીઃ પતિ દ્વારા દહેજમાં કાર મંગાતી હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૪: કાલાવડ રોડ પર આવેલા જીએસટી ક્‍વાર્ટરમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. તેણીએ જીએસટી ઓફિસમાં ફરજ બજાવતાં ટેક્‍સ આસિસ્‍ટન્‍ટ પતિ, સસરા સહિતના દહેજ માટે ત્રાસ આપતો હોવાના આરોપો સાથે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ આદરી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે કાલાવડ રોડ ક્રિસ્‍ટલ મોલની સામે જીએસટી ઓફિસર્સ કોલોની ટાઇપ ટુ ક્‍વાર્ટર નં. ૧માં રહેતી વૈશાલીબેન દિપક બુંદેલા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી તેણીના પતિ દિપક, સસરા રાધેશ્‍યામ બુંદેલા, સાસુ નિર્મલદેવી, નણંદો નેહા હર્ષ ચોૈહાણ અને તનુજા રાહુલ ચોૈહાણ વિરૂધ્‍ધ આઇપીસી ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ અને દહેજધારાની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

વૈશાલીબેનના પતિ દિપક રાધેશ્‍યામ બુંદેલા જીએસટી ઓફિસમાં ટેક્‍સ આસીસ્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવે છે. તેણીએ એમબીએ સુધી અભ્‍યાસ કર્યો છે. તેણીનો પરિવાર મુળ ફરીદાબાદ હરિયાણાનો વતની છે. તેણીના લગ્ન ૨૦૨૦માં દિપક બુંદેલા સાથે થયા છે. લગ્ન બાદ એક મહિના પછી તે રાજકોટ પતિ સાથે જીએસટી ઓફિસર્સ ક્‍વાર્ટરમાં રહે છે. ફરિયાદમાં આરોપ મુકાયો છે કે પતિ તેને ગળો દઇ મારકુટ કરે છે અને ઘરે એકલી મુકી ઘરખર્ચના પસા ન આપી હેરાન પરેશાન કરે છે. તેમજ દહેજ પેટે ક્રેટા ગાડીની માંગણી કરે છે. તેમજ અન્‍ય સાસરિયા પણ દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારે છે. કરિયાવરમાં રોકડ રકમ લાવવાનું આડકતરી રીતે કહે છે. આ બધાથી કંટાળી જઇ તેણીએ પોતાના ઘરે બેડરૂમમાં ગળાફાંસો ખાઇ લેવાની કોશિષ કરી હતી.

તેણીને સારવાર માટે દાખલ કરવામાં  તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ. વી. સોમૈયા કિરીટભાઇ રામાવત, વિજયગીરીએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:53 pm IST)