Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ભરણ પોષણના ગુનામાં જેલમાંથી પેરોલ જંપ કરનાર રવી રાણપરીયા પકડાયો

છ માસથી ફરાર કેદીને ફરલો સ્કવોડે નવલનગરમાંથી દબોચ્યો

રાજકોટ તા. ૩: ભરણ પોષણના ગુનામાં મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટયા બાદ નાસતા ફરતા કેદીને પેરોલ ફરલો સ્કવોડે બાતમીના આધારે નવલનગર પાસેથી ઝડપી લીધો હતો. મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે વચગાળાના જામીન પર પેરોલ રજા પર તથા પોલીસ જાપ્તામાંથી ફરાર કેદી તેમજ નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપતા પેરોલ ફરલો સ્કવોડના પી.એસ.આઇ. એમ. એસ. અંસારી તથા એએસઆઇ આર. સી. ભટ્ટ, ધમભા જાડેજા, બાદલભાઇ દવે, હેડ કોન્સ. દિગ્વીજયસિંહ જાડેજા, ઝાહીરભાઇ ખફી, બકુલભાઇ વાઘેલા, હરીભાઇ બાલાસરા, જયદેવભાઇ પરમાર, ધિેરનભાઇ ગઢવી, કીશોરદાન ગઢવી, મહંમદ અઝરૂદીનભાઇ બુખારી તથા કોન્સ. ભુમીકાબેન ઠાકર, સોનાબેન મુળીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. જયદેવભાઇ અને ધીરેનભાઇ ગઢવીને મળેલી બાતમીના આધારે મહિલા પોલીસ મથકના ભરણપોષણના ગુનામાં મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર ગયા બાદ ફરાર કેદી રવી લલીતભાઇ રાણપરીયા (ઉ.વ. ૩પ) (રહે. નવલનગર શેરી નં. ૯/૧૮ મવડી પ્લોટ) ને નવલનગરમાંથી પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:47 pm IST)