Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

બાબુભાઇ સખિયા દ્વારા અમૃતમ્ તેલનું સર્જન

નિવૃત્ત અધિકારીએ ગીરની રપ૦ વનસ્પતિનો ગહન અભ્યાસ કર્યો : શરદી-કફમાં અકસીર : સાંધાના દુખાવા સહિતની ર૦ સમસ્યાઓમાં અમૃતમ્ તેલ ઉપયોગી : બાબુભાઇએ પિતાશ્રીની ઔષધ નિર્માણ પરંપરા જાળવી રાખી

બાબુભાઇ સખિયા સાથે એડવોકેટ રજનીભાઇ સાંગાણી અને સી.જી. રામાણી નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

રાજકોટ, તા. ૪ : લોધીકામાં બાબુભાઇ સખિયા નામના નિવૃત્ત અધિકારીએ શરદી-કફના રોગોમાં અકસીર અમૃતમ્ તેલનું નિર્માણ કર્યું છે.

બાબુભાઇ સખિયા જિલ્લા રજિસ્ટ્રાર તરીકે સેવા આપીને નિવૃત્ત થયા છે. ઔષધ નિર્માણ કાર્ય તેઓની પારિવારિક પરંપરા છે. પિતાશ્રી ચકુભાઇ સખિયા દેશી વૈદ્ય હતા અને જીવનભર આરોગ્ય સેવા કરી હતી. 'અકિલા'ની મુલાકાતે આવેલા બાબુભાઇએ જણાવ્યું હતું કે, અમે વર્ષોથી અમૃતમ્ તેલનું નિર્માણ કરીએ છીએ. શરદી તથા વાઇરલ ઇન્ફેકશનમાં આ તલના બુંદ ખૂબ અકસીર સાબિત થાય છે.

તેલમાં વપરાતા દ્રવ્યો ઇજમેટના ફૂલ, અજમાના ફૂલ, ભીમસેની કપૂર, તજનો તથા લવિંગનો અર્ક વગેરે ખૂબ મોંઘા થયા હોવા છતાં તેલની કિંમત ૧૦ વર્ષથી જાળવી રાખી છે. રૂ. પ૦ની બોટલ લેખે જ વેચી રહ્યા છીએ.

બાબુભાઇ કહે છે કે, ઔષધોના નિર્માણ પાછળ કમાણીનો નહિ સેવાનો ઉદ્ેશ છે. હાલ એક બોટલ દીઠ નુકસાની છે છતાં કિંમત વધારી નથી. આ તેલ શરદી-કફની સમસ્યા, સાંધાના દુખાવા ઉપરાંત ર૦ આરોગ્ય સમસ્યાઓમાં ઉપયોગી છે.

અમૃતમ્તેલ ઉપરાંત બાબુભાઇ દ્વારા ખીલની દવા, શિળસની દવા, દુખાવાના તેલ, હેર ઓઇલ, ડાયાબિટીસ પાઉડર વગેરેનું નિર્માણ થાય છે. બાબુભાઇએ ગીરની રપ૦ વનસ્પતિઓનો ગહન અભ્યાસ કર્યો છે. સંસ્કૃતના ૮૦૦૦ શ્લોકનો અભ્યાસ કર્યો છે. સ્વાધ્યાય પરિવારમાં પણ તેઓ સક્રિય છે. જ્ઞાનના પુસ્તકોથી છલકતી લાઇબ્રેરી નિર્માણ કરી છે. UPSE ના  ટ્રેનર તરીકે પણ સેવા આપે છે.

સતત પ્રવૃતિશીલ રહેતા બાબુભાઇ સખિયા આરોગ્ય સેવા થકી પણ લોકપ્રિય બન્યા છે. તેઓનો સંપર્ક મો. ૯૮રપ૪ ૩૪૯૪૯ નંબર પર થઇ શકે છે. મુલાકાત પ્રસંગે એડવોકેટ રજનીભાઇ સાંગાણી તથા સી.જી. રામાણી ઉપસ્થિત રહ્યા હતાં.

(2:58 pm IST)