Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ભરણ પોષણ કેસમાં પરિણિતા સંતાનોને માસિક ૨૦ હજાર ચુકવવા મુંબઇ સ્થિત પતિને આદેશ

રાજકોટ,તા.૪ : પત્નીએ કરેલ ભરણપોષણના કેસમાં માસીક રૂ. ૨૦,૦૦૦/- ભરણપોષણ પેટે ચુકવવા મુંબઇ રહેતા પતિ વિરૂધ્ધ હુકમ કર્યો હતો.

અરજી ની ટુંક વિગત એવી છે કે,અત્રે રાજકોટ રહેતા આ કામના અરજદારે વિક્ષિતાબેન દિપકભાઇ વાસ્ટર(જોષી) રહે. રાજકોટવાળાએ મુંબઇ રહેતા આ કામના સામાવાળા દિપકભાઇ વાસ્ટર(જોષી) (પતી) વીરુધ્ધ સી.આર.પી.સી એકટની કલમ ૧૨૫ નીચે પોતાનંુ તથા સગીર સંતાનો વીર અને વંસ માટે ભરણપોષણ મેળવવા  ફેમીલી કોર્ટમા અરજી કરેલ હતી.

કેસની વિગત એવી છે કે આ કામના અરજદાર તથા તથા સામાવાળાના લગ્ન તા.૨૮/૪/૨૦૦૮ ના રોજ કર્ણાટક મા થયેલ અને સહલગ્નજીવન વીતાવવાની શરુઆત સામાવાળા સાથે મુંબઇ મુકામે કરેલી તેમજ લગ્નજીવન દરમ્યાન વીર / અને વંશ નામના બે સંતાનોનો જન્મ થયેલ હતો. જે હાલ અરજદાર પાસે છે. ત્યારબાદ લગ્નજીવનના અમુક વર્ષો બાદ સામાવાળા દ્વારા અરજદારને શારીરિક માનસીક ત્રાસ આપવા લાગેલા તેમજ અનેકવાર બંનેના કુટંબીજનો દ્વારા સમાધાન પણ કરવામા આવેલ હોવા છતા સામાવાળા ઓના વાણી, વર્તન, વ્યવહારમા કોઇ પણ જાતનો ફેરફાર પડેલ ન હોય તેથી અરજદારને પીયરે આવવાની નોબત આવેલ હતી. આ સમયગાળા દરમ્યાન સામાવાળા દ્વારા અરજદારની ભરણપોષણની કોઇ જવાબદારી સામાવાળાએ નીભાવી ન હોઇ તેથી અરજદારે નામદાર કોર્ટ સમક્ષ સદરહું કાયદા અન્વયે અરજી કરેલ,

 અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાએ અરજી અન્વયે રેકર્ડ પર પડેલ પુરાવા સંદર્ભેની મૌખીક દલીલો કરીને, અરજદારને ભરણ પોષણ ચુકવવા સંદર્ભેની દાદો અપાવવા રજુઆતો કરવામા આવેલ હતી. દલીલો ગ્રાહય રાખી ફેમીલી કોર્ટએ અરજદારની અરજી મંજુર કરી ભરણપોષણ પેટે મુળ અરજી દાખલ તારીખ તા.૨૮/૧૨/૧૭ થી અરજદાર નં.૧ પત્નીને માસીક રૂ.૧૦,૦૦૦/- તથા અરજદાર નં.૨ વીર ને માસીક રૂ.૫૦૦૦/- તથા અરજદાર નં.૩ વંશ ને માસીક રૂ.૫૦૦૦/-મળી કુલ માસીક રૂ.૨૦,૦૦૦/-નિયમીત સામાવાળા દિપકભાઇએ ચુકવવા તેવો હુકમ ફેમીલી કોર્ટએ આ કામના અરજદારની તરફેણમા કરેલ હતો તેમજ અરજીખર્ચ રૂ.૧૦૦૦/- અલગથી ચુકવી આપવા. તેમજ સદર ચડત રકમ રૂ.૫,૪૧,૦૦૦/- સામાવાળાએ અરજદારને એક માસમા ચુકવી આપવી તેવો સીમાચીહન ચુકાદો આપેલ હતો.

આ કેસમા અરજદાર વીક્ષીતાબેન વાસ્ટર વતી રાજકોટના  એડવોકેટ અલ્પેશ વી.પટેલ(પોકીયા), અમિત ગડારા, વંદના  એચ. રાજયગુરૂ, પરેશ મૃગ, એમ.કે. સોનપાલ, ભાર્ગવ જે. પંડયા, કેતન જે. સાવલીયા, રીતેષ ટોપીયા, વીગેરે રોકાયેલ હતા.

(3:24 pm IST)