Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

આખરે નવા ૪ બ્રિજ માટે ટેન્ડરો પ્રસિધ્ધ

કે.કે.વી. ચોકમાં ડબલ ડેકર, જડુસ ચોક પાસે, નાનામવા ચોક તથા રામદેવપીર ચોકમાં કુલ ૧૭૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશેઃ વિગતો રજૂ કરતા બિનાબેન આચાર્ય, ઉદય કાનગડ, મનીષ રાડિયા તથા ઉદિત અગ્રવાલ

રાજકોટ,તા.૪: શહેરમાં વસ્તી અને વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરળ પરિવહનના ઉદેશને પરિપૂર્ણ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજય સરકારશ્રીના સહયોગથી નાનામવા સર્કલ, રામાપીર સર્કલ, કે.કે.વી. ચોક,કાલાવડ રોડ જડુસ પાસે  ઓવરબ્રીજ બનાવવાના ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આ વખત ેકાલાવડ રોડ પરનાં બે તથા ૧૫૦ ફુટ રોડ પરનાં બે બ્રિજનાં સંયુકત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

આ અંગે બિનાબેન આચાર્ય, ઉદય કાનગડ, મનિષ રાડીયા તથા ઉદિત અગ્રવાલે સંયુકત યાદીમાં જણાવાયુ છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સરળ પરિવહન માટે અને ટ્રાફિક સમસ્યાના ક્રમશૅં ઉકેલ લાવવાના આયોજન હેઠળ વિવિધ સ્થળે કુલ ચાર ઓવરબ્રિજ બનાવવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે ચાર સ્થળે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે તેમાં કાલાવડ રોડ પર કેકેવી ચોક અને જડુસ ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાના મવા ચોક, રામદેવપીર ચોકમાં બનનાર બ્રિજની વિગતો આ મુજબ છે.

કેકેવી ચોક ફલાય ઓવર બ્રિજ

 કાલાવડ રોડ પર કેકેવી ચોક ખાતે અંદાજે રૂ. ૯૭,૮૪,૪૩,૫૯૫ના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. બ્રિજની લંબાઈ ૧૧૫૨.૬૭ રનિંગ મિટર છે. કાલાવડ ગામ તરફ બ્રિજની લંબાઈ ૧૧૮.૭૩ મિટર અને કોટેચા ચોક તરફ ૧૨૪.૯૪ મિટર છે.  આ ડીઝાઇન મુજબ કાલાવડ રોડ ઉપર પ્રીન્સેશ સ્કુલથી ફલાય ઓવર શરૂ થશે જે કે.કે.વી. ચોકના હયાત ફલાય ઓવરની ઉપરથી પસાર થશે અને સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ પાસે પૂરો થશે. આ નવો ફલાય ઓવરબ્રીજ ૧૫.૫૦

મીટર પહોળો અને ૧૧૦૦ મીટર લાંબો થશે. આ બ્રીજની બંને બાજુએ ૬-૬ મીટરનાં બે સર્વિસ રોડ બનાવાશે.

જડુસ ચોક

જયારે કાલાવડ રોડ પર જ  જડુસ ચોક ખાતે અંદાજે રૂ. ૧૯,૭૭,૪૩,૫૨૪ ના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. બ્રિજની લંબાઈ ૩૭૦.૩૯ રનિંગ મિટર છે. કાલાવડ ગામ તરફ બ્રિજની લંબાઈ ૧૦૨.૭૬ મિટર અને કેકેવી હોલ તરફ ૯૨.૬૩ મિટર છે. આ બ્રિજ મોટા મવાથી શરૂ થઇ એ.જી. ચોક પાસે બ્રિજ પૂર્ણ થશે.

નાના મવા ચોક

૧૫૦ રિંગ રોડ પર નાના મવા ચોક ખાતે અંદાજે રૂ. ૩૦,૪૦,૨૬,૭૯૭ ના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. બ્રિજની લંબાઈ ૬૩૦ રનિંગ મિટર છે. બાલાજી હોલ તરફ બ્રિજની લંબાઈ ૧૬૭.૫૦ મિટર અને મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન ઓફિસ તરફ ૧૯૭.૫૦ મિટર છે. ટ્વીન સ્ટાર બિલ્ડિંગથી શરૂ થઇ રિલાયન્સ મોલ નજીક બ્રિજ પૂર્ણ થશે.

રામદેવપીર ચોક

૧૫૦ રિંગ રોડ પર રામદેવપીર ચોક ખાતે અંદાજે રૂ. ૨૮,૬૩,૩૧,૮૨૭ ના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. બ્રિજની લંબાઈ ૬૩૦ રનિંગ મિટર છે. શીતલ પાર્ક તરફ બ્રિજની લંબાઈ ૧૭૭.૫૦ મિટર અને નાણાવટી ચોક તરફ પણ ૧૭૭.૫૦ મિટર છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનથી શરૂ થઇ વિઝન ૨૦-૨૦ બિલ્ડિંગ નજીક બ્રિજ પૂર્ણ થશે.

(3:26 pm IST)