Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

વારસદારોની સંમતિ વગર ટ્રાન્સફર ન કરવા પુત્ર-પુત્રીએ પિતા સામે દાવો કર્યો

ગાંધીગ્રામ સત્યનારાયણ પાર્ક વિસ્તારની મિલ્કત

રાજકોટ, તા.૪ : અહીંની ગાંધીગ્રામની સત્યનારાયણનગરમાં આવેલ વડીલો પાર્જીત મકાન વારસદારોની સંમતિ વગર ટ્રાન્સફર કરવા સામે પુત્ર-પુત્રએ પિતા સામે રાજકોટની સીવિલ કોર્ટમાં દાવો દાખલ કરેલ છે.

આ દાવાની ટુંકમાં હકીકત એવી છે કે, વાદી રોમહર્ષ જીતેન્દ્રગીરી ગોસ્વામી તથા દિવ્યતા જીતેન્દ્રગીરી ગોસ્વામીએ પોતાના પિતા પ્રતિવાદી જીતેન્દ્રગીરી અરવિંદગીરી ગોસ્વામી સામે રાજકોટની દીવાની અદાલતમાં તેમના દાદા અરવિંદગીરી ગણેશગીરી ગોસ્વામીની માલીકીની મીલ્કત કે જે રાજકોટ તાબેના રૈયા ગામના રેવન્યુ સર્વે નં. ર૦૩ પકી પ્લોટ નં. ૧૦/૧ પૈકી જમીન ચો.વા.આ. ૭પ-૦૦ ઉપરના ઉભા ઇમલાવાળા મકાન કે જે ગાંધીગ્રામ ખાતે સત્યનારાયણનગર શેરી નં.ર, રામાનંદ આશ્રમ પાસે આવેલ છે.

તે મકાન પ્રતિવાદી જીતેન્દ્રગીરી અરવિંદગીરી ગોસ્વામીની કમાણીમાંથી ખરીદ કરાયેલ ન હોય અને તે વડીલોપાર્જીત એટલે વાદીના દાદાની મીલ્કત હોય અને હિન્દુ કાયદાની જોગવાઇ મુજબ વાદીનો તેમાં કાયદેસરનો વારસાઇ હકક રહેલો હોય જેથી સદરહું મીલ્કત પ્રતિવાદી એટલે કે વાદીના પિતાશ્રી જીતેન્દ્રગીરી અરવિંદગીરી ગોસ્વામી એકલાને વેચાણ કરવા, તબદીલ કરવા કોઇ હકક કે અધિકાર નથી અને તેમાં વાદીનો કાયદેસરનો વારસાઇ હકક રહેલો છે અને તેની સંમતિ વિના પ્રતિવાદી કોઇપણ પ્રકારનું મીલ્કતનું વેચાણ કરે/ કરાવે નહીં, તબદીલ કરે/રાવે નહીં કે ગીરો-બોજો કરે/કરાવે નહીં તેવો દાવો કરેલ. દાવો ચાલતા સમય દરમ્યાન કામચલાઉ મનાઇ હુકમની માંગણી વાદીએ રાજકોટના મહેરબાન પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સમક્ષ કરેલ છે.

આ કામમાં વાદી તરફે એડવોકેટ તરીકે શ્રી જતીન ડી. કારીયા, દિવ્યરાજસિંહ એન. જાડેજા, ભરત કે. પરમાર તથા સંદીપ જી. વાડોદરીયા રોકાયેલ છે.

(3:29 pm IST)