Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

એન્ટી લૅન્ડ ગ્રેબિંગ એકટના નવા કાયદાનો રાજકોટમાં એક જ દિવસમાં બીજો ગુનો: અમદાવાદના રાજકુમાર ધનરાજાણીની ફરિયાદ પરથી રિયાઝ દલ અને અબ્બાસમહમદ સામે પ્ર. નગરમાં ગુનો દાખલ

રાજકોટ: એન્ટી લેન્ડ ગ્રેબિંગ એકટના નવા કાયદા હેઠળ રાજકોટ શહેરમાં એક જ દિવસમાં બીજો ગુનો દાખલ થયો છે. પ્ર. નગર પોલીસે આ બારામાં રાજકુમાર હેમનદાસ ધનરાજાણી જાતે સિંધી ઉ.વ.૬૦ ધંધો, નિવૃત જીવન રહે. હાલ એ-૧/૧૦૨ સ્પીગ પાર્ક એપાર્ટમેન્ટ રામદેવ નગર સેટેલાઈટ રોડ અમદાવાદની ફરિયાદ પરથી (૧) રીયાજ ઇસ્માઇલભાઇ દલ (૨) અબાસમહંમદ ઉમરભાઇ જાબરી રહે. બંન્ને રાજકોટ

ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ) અધિ.૨૦૨૦ ની કલમ- ૩,૪(3), પ(ક).(ખ),(ગ),(ચ) તથા આઇ પી સી. કલમ - ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૫૦૪, ૫૦૬(૨), ૩૪ મુજબ ગુનો નોંધ્યો છે. 

જેમાં જણાવાયું છે કે આ કામના ફરિયાદીના માતુશ્રીની માલિકીનું પુરુષાર્થ રહેણાંક મકાનનો આ કામના આરોપી નં.(૨) ના એ કોઇપણ માલિકી હકક કે આધાર વગર આ કામના આરોપી નં.(૧)નાઓને સદરહુ રહેણાંક મકાનનો ખોટો ભાડા કરાર કરી આપી રહેણાંક મકાનનો કન્જો આપી દીધેલ. તેમજ આ કામના આરોપી નં. (૨) ના એ ફરિયાદીની જાણ બહાર ખોટો મકાનનો કબજા સોપણી કરાર કરી તેમજ આરોપી નં.(૧) ના ઓ એ આ કામના આરોપી નં.(૨) તથા ફરીયાદી તથા ફરિયાદીના પત્ની વિરૂધ્ધ અહી રાજકોટ સિવીલ કોર્ટમાં આ રહેણાંક મકાનનો ભાડા વાળી મિલ્કત ખાલી કરાવે નહી તેનો કાયમી હુકમ મેળવવા તેમજ ખોટી ફરિયાદ કે અરજી દાખલ કરવા બાબતે મનાઇ હુકમ મેળવવા દાવો કોર્ટમાં દાખલ કરી સદરહુ રહેણાંક મકાનનુ ટાઇટલ બગાડી નાખવાનો પ્રયત્ન કરેલ જે દાવો કોર્ટ રદ થઇ જતા આ કામના આરોપી નં. (૧) ના એ આ રહેણાંક મકાનમાં ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી આરોપી નં.(૧) તથા તેની પત્ની તથા તેઓના સંતાનો સાથે આ ફરિયાદીના રહેણાંક મકાનમાં આજદિન સુધી ગે.કા. કબજો કરી રહી બંન્ને આરોપીઓનો મકાન પચાવી પાડવાનો સમાન ઇરાદો પાર પાડી ગુન્હો કર્યાનું પણ ફરિયાદમાં જણાવાયુ છે. ACP પી.કે. દિયોરા  વધુ તપાસ કરે છે.

(8:05 pm IST)