Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

તાપણુ'ય થશે ને ચુલો પણ સળગશે

રાજકોટઃ હાડ થીજાવતી ઠંડીમાં ગરમાવો મેળવવાનો હાથવગો સરળ અને સસ્તો કોઇ રસ્તો હોય તો એ છે તાપણુ. છાણા-લાકડાનું તાપણુ મોટે ભાગે લોકો કરતાં હોય છે. એક મહિલા સવારના પ્હોરમાં કયાંકથી સુકા લાકડાનો જથ્થો રેંકડીમાં ભરી આવ્યા હતાં. સાથે તેની લાડકી દિકરી પણ છે. મા-દિકરીના હૈયે હરખ હશે કે હાશ, મેળ પડી ગયો. આ લાકડાથી હવે તાપણું પણ થઇ શકશે અને જરૂર પડ્યે ચુલો સળગાવી રોટલા પણ ઘડી શકાશે. મોંઘાદાટ ગેસના ભાવથી જ ગરીબ-મધ્યમવર્ગીય લોકો દાઝી રહ્યા છે. ત્યારે ચુલા પરની રસોઇ વધુ સસ્તી અને સ્વાદિષ્ટ પણ હોય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(12:45 pm IST)