Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જયંત બોસ્કી - રેશ્મા પટેલ સૌરાષ્ટ્રના ચૂંટણી પ્રવાસે

કાલે ખોડલધામની મુલાકાત લઈ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જંગ છેડશે

રાજકોટ : આવતીકાલે તા.૬ના બુધવારે શ્રી શરદ પવારના એનસીપી પક્ષના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જયંત પટેલ (બોસ્કી) તથા મહિલા પ્રમુખ સુશ્રી રેશ્મા પટેલ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી જયંત પટેલ બોસ્કી, શ્રી રેશ્મા પટેલ તથા રાજકોટ જીલ્લા પ્રમુખ શ્રી સંદીપ ડોબરીયા સૌરાષ્ટ્ર એનસીપી કાર્યાલયોની મુલાકાત લેવાના હોય તથા સૌરાષ્ટ્ર ઝોનના નવા હોદ્દેદારોની નિમણુંકનું આયોજન કરેલ છે. ત્યારબાદ બપોરે ૨:૩૦ વાગ્યે શ્રી બોસ્કી તથા શ્રી રેશ્માબેન અન્ય એનસીપી હોદ્દેદારો સાથે ખોડલધામ મંદિરે દર્શનાથે જઈ 'મા ખોડલ'ના આર્શીવાદ લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા એનસીપી પાર્ટી ચૂંટણી જંગનું એલાન કરશે.

(3:06 pm IST)