Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સગીરાના અપહરણના ગુનામાં ફરાર એમ પીનો પીંજુ પરમાર પકડાયો

એ ડીવીઝન પોલીસે જીલ્લા પંચાયત ચોક પાસેથી દબોચ્યો

રાજકોટ,તા. ૫: જીલ્લા પંચાયત ચોક પાસેથી સગીરાના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને એ ડીવીઝન પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ એ ડીવીઝન પોલીસ મથકના   પીઆઇ સી.જી જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.એમ. ભટ્ટ, હેડ કોન્સ. દિપકભાઇ રાઠોડ તથા કોકીલાબેન દાફડા સહિતે સગીરાના અપહરણના ગુનામાં ઘણા સમયથી નાસતા ફરતા પીંજુ બરીયાભાઇ પરમાર (ઉવ.૨૧) (રહે. કંજાવાની ગામ, તા.રણાપુર, મધ્યપ્રદેશ)ને જીલ્લા પંચાયત ચોક પાસેથી ઝડપી લીધો હતો.

(3:11 pm IST)