Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

મનુષ્યવધના ગુના સંબંધે પકડાયેલ સાત આરોપીઓનો છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા.પ : રાજકોટના કણકોટ પાટીયા વિસ્તારમાં થયેલ મનુષ્યવધના ગુનામાં પકડાયેલ આરોપીઓ (૧) જયદીપભાઇ વાલજીભાઇ વાંક (ર) તૌફીક દાઉદભાઇ પરમાર (૩) અર્શદભાઇ જાવેદભાઇ અંસાર (૪) પરેશભાઇ રામભાઇ વાંક (પ) મનોજભાઇ બાબુભાઇ ચૌહાણ (૬) નીતીનભાઇ ડોસાજી માણેક (૭) વાલજીભાઇ ઉર્ફે વાલાભાઇ વસ્તાભાઇ વાંક સામેનો કેસ ચાલી જતા રાજકોટના એડી. સેસન્સ જજશ્રી બી.બી. જાદવે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકતની હકીકત એવી છે કે, ફરીયાદી સવદાસભાઇ અરજણભાઇ ચાવડાને આ કામના આરોપી નં. ૭ વાલજીભાઇ ઉર્ફે વાલાભાઇ વસ્તાભાઇ વાંક સાથે કવાર્ટરની લેતી-દેતી બાબતે મનદુદ થયેલ તેનો ખાર રાખી તા.૭-૧૧-૧પના રોજ આ કામના તમામ આરોપીઓએ માર મારવાનું ગુનાહીત કાવત્રુ રચેલ અને બાદ તા. ૮-૧૧-૧પના રોજ કલાક ૧૩-૩૦ વાગ્યાના અરસામાં આ કામના ફરીયાદી પોતાની ઓફીસ અને ખાતે હતાં તે વખતે આ કામના આરોપી વાલજીભાઇ ઉર્ફે વાલાભાઇ વસ્તાભાઇ વાંકના કહેવાથી ગેરકાયદેસર મંડળી રચી આરોપી જયદીપ છરી તથા આરોપી તૌફીક તલવાર તથા આરોપી અર્શદ લોખંડનો પાઇપ તથા આરોપી રામભાઇ વાંક પાઇપ તથા આરોપી મનોજ લોખંડની ટોમી તથા આરોપી નીતેન લોખંડના પાઇપ લઇને સફેદ કલરની ક્રુઝ ગાડી નંબર જી.જે.૧૪-એમ-૯૯૦૬માં આવી ફરીયાદી સવદાસભાઇ ઉપર હુમલો કરેલ જેમાં ફરીયાદીને વાંસામાં તથા ગળામાં છરીની ઇજા તથા ટોપી અને પાઇપ તથા તલવારથી માથામાં તથા આખા શરીરે આડેધડ ઘા મારી જીવલેણ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની કોશિષ અને ફરીયાદીની ઓફીસમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડયાની ફરીયાદી આ કામના ફરીયાદી સવદાસભાઇ અરજણભાઇ ચાવડાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં કરેલ.

કેસની હકીકત રજુ થયેલ પુરાવો દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઇ અદાલત એવા મંતવ્ય ઉપર આવેલ કે, આ કામમાં મનુષ્યવધનો ગુનો છે તે ફરીયાદ પક્ષ નિશંકપણે પુરવાર કરવું જોઇએ હાલની પડેલ પુરાવા ઉપર જે પ્રકારના હથીયારથી ઇજા થયેલાનું જણાવે છે તે ઇજા સંબંધે ડોકટરના પુરાવાથી સાબીત થતું નથી. ફરીયાદી સંપૂર્ણ ભાનમાં હોવા છતાં ડોકટરશ્રી પાસે નામ જાહેર કરેલ નથી જે તમામ હકીકતોને ધ્યાનમાં લઇ ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબીત કરી શકેલ ન હોય તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી (૧) જયદીપભાઇ વાલજીભાઇ વાંક (ર) તૌફીક દાઉદભાઇ પરમાર (૩) અર્શદભાઇ જાવેદભાઇ અંસારી (૪) પરેશભાઇ રામભાઇ વાંક (પ) મનોજભાઇ બાબુભાઇ ચૌહાણ (૬) નીતીનભાઇ ડોસાજી માણેક (૭) વાલજીભાઇ ઉર્ફે વાલાભાઇ વાંક વતી એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ, અશ્વિન ગોસાઇ, નીવિદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વિજયભાઇ પટગીર, હર્ષીલભાઇ શાહ, વિજયભાઇ વ્યાસ, રાજેન્દ્રભાઇ જોશી રોકાયેલા હતાં.

(3:19 pm IST)