Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

૧૫૦ નવી બાળવાર્તાઓ રચીને શિક્ષક રજાકભાઇ ઉંનડપોત્રાએ કર્યુ ઇનોવેશન

પડધરી તાલુકાની જીલરીયા પ્રાથમિક શાળાના શિક્ષકની વાર્તાઓ યુ-ટ્યુબ પર પણ ઉંપલબ્ધઃ દૂરદર્શન, આકાશવાણીમાં પણ થઇ છે પ્રસારિત

 

રાજકોટ તા. ૫: શહેરની કર્ણાવતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તા. ૨૯, ૩૦ ડિસેમ્બરના રોજ જિલ્લાકક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં પડધરી તાલુકાની શ્રી જીલરીયા તાલુકા શાળાના શિક્ષક રજાકભાઇ ઉંનડપોત્રા (મો. ૯૮૨૪૨ ૩૮૩૩૭) દ્વારા ૧૫૦ જેટલી સ્વરચિત બાળવાર્તાઓ રજુ કરવામાં આવી હતી. આ તમામ બાળવાર્તાઓ નવો સંદેશ આપવા સાથે આનંદ પણ આપે છે. સરકારના આનંદદાયી અને પ્રવૃત્તિમય શિક્ષણનો એક ભાગ એવો આ ઇનોવેશનમાં શિક્ષક રજાકભાઇની વાર્તાઓ રજૂ થઇ હતી. જેમાં જેમાં સાચું બોલવું, મિત્રતા, સ્વચ્છતા, સંતોષ, એકતા, ડરવું નહિ, આત્મવિશ્વાસ, સહકાર, વગેરે જેવા વિષયો સામેલ છે. આ વાર્તાઓ Raaj vala નામથી યુ ટ્યુબ ચેનલના માધ્યમથી સમગ્ર વાર્તા રસિકો નિહાળી રહ્યા છે. ઉંપરાંત ડી. ડી.ગિરનાર અને આકાશવાણીમાં પણ તેમની વાર્તાઓ પ્રસારિત થઈ ચૂકી છે. રજાકભાઇનું આ ઇનોવેશન બાળકો સાથે મોટેરાઓને પણ આકર્ષે તેવું રહ્યું હોવાનું જણાવાયું છે.

(2:40 pm IST)