Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

પૂર્વ કારોબારી અધ્યક્ષ પાદરિયાનો બળવોઃ પત્નીને આમ આદમી પાર્ટીમાંથી લડાવશે

રાજકોટ જિલ્લા પંચાયતના રાજકારણમાં ગરમાવોઃ પેઢલા બેઠકમાં જંગ

રાજકોટ, તા. ૫ :. જિલ્લા પંચાયતમાં ૨૦૧૫માં કોંગ્રેસની ટીકીટ પર ચૂંટાયેલા અને ત્યાર પછી ભાજપમાં જોડાયેલા પૂર્વ કારોબારી અધ્યક્ષ કે.પી. પાદરિયાએ બળવો કર્યો છે. તેમણે પોતાના ધર્મપત્ની નિર્મળાબેનને જેતપુર તાલુકાની જિલ્લા પંચાયતની પેઢલા બેઠક (સામાન્ય સ્ત્રી અનામત) પર લડાવવાનું જાહેર કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવોે આવી ગયો છે. આ બેઠક પર ત્રિપાંખીયો જંગ થશે. તેમના કહેવા મુજબ જિલ્લા પંચાયતની અન્ય બેઠકો પર પણ 'આપ' ઉમેદવારો મુકશે.કે.પી. પાદરિયાએ જણાવેલ કે મેં ભાજપ કે કોંગ્રેસ કોઈ પાસે ટીકીટ માંગેલ નહિ. લોકો કેજરીવાલના શાસનથી ખુશ છે. આમ આદમી પાર્ટી પ્રજાની અપેક્ષા મુજબ ત્રીજો વિકલ્પ બની શકે તેમ છે. ભ્રષ્ટાચારમુકત સુશાસન માટે આપમાંથી લડવાનુ નક્કી કર્યુ છે. મારા ધર્મપત્ની નિર્મળાબેને ઉમેદવારી કરવાનું નક્કી કરતા અમને ખૂબ આવકાર મળી રહ્યો છે. કેજરીવાલ સરકારે હાલના ખેડૂત આંદોલનને સંપૂર્ણ ટેકો આપ્યો છે. ગુજરાત મોડલ તો માત્ર નામનુ છે. દિલ્હી મોડેલ વિશ્વમાં જાણીતુ છે.

(11:29 am IST)