Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

બચત ખાતામાં ભંડોળ હોવા છતાં ચેક રિટર્ન થતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાને વળતર ચુકવવા ફોરમનો આદેશ

રાજકોટ તા. પ : બચત ખાતામાં પુરૂતું ભંડોળ હોવા છતાં ચેક રીર્ટન કરતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાને વળતર ચુકવવા રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા કરવામાં આવેલ છે.

ફરીયાદની ટુંકમાં વિગત એવી છે કે આ કામનાં ફરીયાદી પ્રિતીબેન પરમાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ભકિતનગર બ્રાંચ, રાજકોટમાં બચત ખાતું ધરાવે છે અને તે ખાતામા નિયમિતપણે નાણાકીય વ્યવહારો કરે છે.અને આ કામના ફરીયાદીને પોતાનું બીજું બચત ખાતું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાં પણ ધરાવે છે. જેથી આ કામના ફરીયાદી પોતાના જ નામના એક બચત ખાતામાંથી બીજા બચત ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા માંગતા હતા જેથી આ કામના ફરીયાદીએ પોતાના સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ભકિતનગર બ્રાંચ, રાજકોટવાળા બચત ખાતામાંથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાવાળા બચત ખાતામાં નાણાંકીય વ્યવહાર કરવા સારૂ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના બચત ખાતામાં પોતાના જ નામનો ચેક રકમ રૂ.ર૦૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ પુરાનો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના પોતાના જ બચત ખાતામાં વટાવવા રજુ કરેલ અને આ કામના ફરીયાદીના સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના બચત ખાતામાં પુરતું ભંડોળ હોવા છતાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ભકિતનગર બ્રાંચ, રાજકોટ દ્વારા અપુરતા ભંડળો (ફંડ અનસફીસ્યન્ટ) ના શેરા સાથે પરત ફરેલ.

આથી આ કામના ફરીયાદીની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા બચત ખાતામાંથી ચેક રીર્ટન સંબંધેનો ચાર્જ રૂ.ર૩૬/- ઉધારવામાં આવેલ તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા પણ આ કામના ફરીયાદીના ખાતામાંથી ચેક રીર્ટન સબંધેનો ચાર્જ રૂ. પ૯૦/- ઉધારવામાં આવેલ. તેમજ સદરહું ઉપરોકત વિગતે આ કામના ફરીયાદીએસ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ભકિતનગર બ્રાંચ, રાજકોટને નોટીસ દ્વારા પણ જાણ કરેલ.

આ કામના ફરીયાદીએ સદરહું ઉપરોકત વિગતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ભકિતનગર બ્રાંચ, રાજકોટના બ્રાંચ મેનેજર વિરૂદ્ધ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરીયાદ દાખલ કરેલ છે.

રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ગ્રાહ્ય રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ભકિતનગર બ્રાંચ રાજકોટને ફરીયાદીનો ચેક ખોટી રીતે ચેક રીર્ટન ફરીયાદીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા ફરીયાદીના ખાતામાંથી ચેક રીર્ટન સંબંધેનો ચાર્જ રૂ.પ૯૦/- ઉધારવામાં આવેલ તથા સેન્ટ્રેલ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા બચત ખાતામાંથી ચેક રીર્ટન સંબંધેનો ચાર્જ રૂ.ર૩૬/-ઉધારવામાં આવેલ જે કુલ રૂ.૮ર૬/-નો ચાર્જ વસુલ કરેલ તે ચાર્જની રકમ તથા તે ચેક રીર્ટનના ચાર્જની રકમ ઉપર તા.ર-ર-ર૦૧૯ થી વસુલ થતા સુધી વાર્ષિક ૬% વ્યાજ સહિત ફરીયાદીને ચુકવી આપવા હુકમ ફરાવેલ છે.

વધુમાં ફરીયાદીને તા.ર-૩-ર૦૧૭ થી તા. ૩-૧-ર૦૧૮ સુધી રૂ.૧,પ૦,૦૦૦ ઉપરનું વ્યાજ ફરીયાદીના બચત ખાતામાં જમા કરાવેલ ન હોય તો તે સમય દરમ્યાન બચત ખાતામાં મળવા પાત્ર વ્યાજ દર મુજબનું વ્યાજ આપવા હુકમ ફરમાવેલ છે તેમજ વધુમાં ફરીયાદીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ભુલના કારણે રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરીયાદ કરવાની ફરજ પડેલ હોય જેથી તેના વળતર પેટે રકમ રૂ.ર,૦૦૦/ ફરીયાદીને ચુકવી આપવા હુકમ ફરમાવેલ છે.

આ કામના ફરીયાદી પ્રિતીબેન પરમાર વતી એડવોકેટ તરીકેભાર્ગવ, જે.પંડયા, અલ્પેશ વી.પોકીયા, વંદના એચ.રાજયગુરૂ, કેતન જે. સાવલીયા, અમિત વી.ગડારા, રોકાયેલ હતા.

(3:09 pm IST)