Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ભાજપે સોશ્યલ ડીસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળિયો કર્યો : ડી.જે. ઢોલની ધબધબાટી !!

સરકારી અધિકારીઓ-પોલીસ જોતા રહ્યા

રાજકોટ, તા. પ :  આજે બપોરે ભાજપના ૭ર ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવવા બહુમાળી ચોક  ખાતે એકત્ર થયા હતા. ત્યારે ભાજપના એક પછી એક ઉમેદવાર ઢોલના તાલે સભા સ્થળ પર પહોંચી રહ્યા છે. આ તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં બપોરે ૧ર.૩૯ વાગ્યે પોતાની ઉમેદવારી નોંધાવશે. રસ્તા પર માંડવા બાંધી દીધા  છે અને રસ્તો પણ વન વે કરી નાખ્યો ભાજપના કાર્યકરો ટોળે વળ્યા હતા અને દો ગજકી દૂર ભુલી નિયમોનો ઉલાળ્યો કર્યો હતો. મહત્વનુ઼ છે કે નિયમો બનાવનાર જ નિયમોનો ભંગ કરી રહ્યા છે. તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યુંુ હતું. તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:51 pm IST)