Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

માસ્કનું કડક ચેકીંગ કરતી ગાંધીગ્રામ પોલીસ: અનેકને 1000નો દંડ: ગરીબોને માસ્ક આપી હવે પછી માસ્ક પહેરવા સૂચના અપાઇ

રાજકોટઃ કોરોના સંક્રમણ ખુબ જ પ્રમાણમાં વધી રહ્યું હોય અને અમુક લોકો દ્વારા હજુ પણ  માસ્ક પહેરવા બાબતે જોઈએ તેટલી કાળજી રાખવામાં આવતી ન હોઈ જેથી  પોલીસ કમિશ્નરશ્રી  મનોજ અગ્રવાલ  તથા  જેસીપીશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન ૨  મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ અને એસીપી પશ્ચિમ વિભાગ પી.કે. દિયોરાના માર્ગદર્શન મુજબ આજરોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્ક ન પહેરનાર લોકોને ૧૦૦૦રૂપિયાના દંડની પાવતીઓ આપવામાં આવી અને દંડ ન ભરનાર લોકો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતાં. અમુક સાવ ગરીબ અને શાકભાજીની લારીઓ ચલાવનારા લોકોને માસ્કનું વિતરણ કરી ફરજિયાત માસ્ક પહેરવા અંગે તાકીદ કરવામાં આવી હતી.

(7:46 pm IST)