Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રાજકોટના ડી.ડી.ઓ. તરીકે ત્રણ વર્ષ પૂરા કરતા અનિલકુમાર રાણાવાસિયા

૩ વર્ષમાં ૩ પ્રમુખો, ૩ ઉપપ્રમુખો, ૫ કારોબારી અધ્યક્ષ અને બે શાસક પક્ષો બદલાયાઃ પડકારો વચ્ચે અવિરત કામગીરી

રાજકોટ, તા. ૫ :. જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ ૫ ઓગષ્ટ ૨૦૧૮ના દિવસે કાર્યભાર સંભાળેલ. તેને ૩ વર્ષ પૂરા થઈ રહ્યા છે. રાજકીય અને વહીવટી પડકારો વચ્ચે તેમણે પોતાની કામગીરી અવિરત રાખી છે.

છેલ્લા ૩ વર્ષમાં જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોગ્રેસ બે શાસક પક્ષ બદલાયા છે. હાલના ડી.ડી.ઓ.ના કાર્યકાળમાં નિલેષ વિરાણી, અલ્પાબેન ખાટરિયા બાદ ભૂપત બોદર ત્રીજા પ્રમુખ છે. અવસરભાઈ નાકિયા, સુભાષ માંકડિયા અને સવિતાબેન સાંગાણી, તે ત્રણ ઉપપ્રમુખોનો સમાવેશ થાય છે. અર્જુન ખાટરિયા, જીજ્ઞાબેન પટોળિયા, કે.પી. ખાટરિયા અને ભાનુબેન તળપદા , કારોબારી અધ્યક્ષ રહી ચૂકયા છે. હવે પછી સહદેવસિંહ જાડેજા અધ્યક્ષ જાહેર થયા છે.

(11:45 am IST)