Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

મોચી બજાર ચોક વિસ્‍તારમાં પાણીની લાઇનમાં ભંગાણઃપાણીની રેલમછેલ

બ્રિજના કામને કારણે મુખ્‍ય પાણી લાઇનનો વાલ્‍વ તુટયોઃ વોર્ડ નં.૨ -૩ના અડધા વિસ્‍તારોમાાં ૫ થી ૬ કલાક પાણી મોડુ વિતરણ કરાયું

શહેરનાં હોસ્‍પિટલ ચોકમાં ચાલતા બ્રિજની કામગીરીનાં કારણે આઇ.પી.મીશન સ્‍કુલ સામે જુની કલેકટર કચેરી વિસ્‍તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા વિસ્‍તારમાં પાણીની રેમછેલ જોવા મળી રહી હતી. આ ઘટનાની જાણ મ.ન.પા. તંત્રને થતા યુધ્‍ધનાં ધોરણે રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે વખતની તસ્‍વીર(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા૫: શહેરનાં સિવિલ હોસ્‍પિટલ ચોકમાં ચાલતા બ્રિજની કામગીરીનાં કારણે આજે વ્‍હેલી સવારે મોચીબજાર ચોક વિસ્‍તારમાં જુની કલેકટર કચેરી પાસેની પાણીની મુખ્‍ય લાઇનમાં ભંગાણ થતા  વોર્ડ નં.૨નાં કાશી વિશ્વનાથ તથા વોર્ડ નં.૩નાં જંકશન, ગાયકવાડી, મોચીબજાર સહિતનાં વિસ્‍તારમાં પ થી ૬ કલાક પાણી મોડુ કરવામાં આવ્‍યુ હતુ. તંત્ર દ્વારા યુધ્‍ધનાં ધોરણે પાણી લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરનાં હોસ્‍પિટલ ચોકમાં ટ્રાયએંગલ ઓવર બ્રિજનું નિર્માણ થઇ રહ્યુ છે. આજે વ્‍હેલી સવારે આઇ.પી.મીશન સ્‍કુલ સામે જુની કલેકટર કચેરી વિસ્‍તારમાં બ્રિજનાં કામને કારણે અહીંથી પસાર થતી મુખ્‍ય પાણીની લાઇનનો વાલ્‍વ તુટી ગયો હતો. જેના કારણે આસપાસનાં રસ્‍તા પર પાણીની રેલમ છેલ થવા પામી હતી.

વધુમાં આ વિસ્‍તારની મુખ્‍ય પાણીની લાઇનમાં ભંગાણ થતા વોર્ડ નં.૨નાં કાશી વિશ્વનાથ પ્‍લોટ તથા વોર્ડ નં.૩નાં જંકશન, મોચી બજાર, ગાયકવાડી સહિતનાં વિસ્‍તારમાં ૫ થી ૬ કલાક મોડુ પાણી વિતરણ કરવામાં આવ્‍યુ હતુ.

આ ઉપરોકત ઘટનાની જાણ મ.ન.પા. તંત્રને થતા યુધ્‍ધનાં ધોરણે રીપેરીંગની કામગીરી હાથ ધરાય હતી.

(4:49 pm IST)