Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કુવાડવા રોડ પરથી વિજય ઉર્ફે વિજલો ચોરાઉ એકટીવા સાથે પકડાયો

વિજય ધામેલ અગાઉ ચોરી અને જુગારના ૧૮ ગુનામાં સામેલ

રાજકોટ, તા. પ :  શહેરના કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસેથી કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે રીઢા તસ્કરને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે એક શખ્સ ચોરાઉ એકટીવા સાથે ઉભો હોવાની કુવાડવા રોડ પોલીસ મથકના કોન્સ. રાજેશભાઇ તથા અજીતભાઇ લોખીલને બાતમી મળતા પી.આઇ. એન. એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. એચ.એલ. સબાડ, કોન્સ. અજીતભાઇ લોખીલ, રાજેશભાઇ ચાવડા, કિશનભાઇ તથા જી.આર.ડી. સંદિપ બોરીચા, વિક્રાંતભાઇ સાંગાણી સહિતે કુવાડવા રોડ સાત હનુમાન મંદિર પાસેથી  જીજે-૩ એકે-૧૬૮૮ નંબરના ચોરાઉ એકટીવા સાથે વિજય ઉર્ફે વિજલો લઘુશંકરભાઇ ધામેલ (ઉ.વ.૩પ) (રહે. રૈયાધાર રાણીમા રૂડીમાં ચોક રૈયા રોડ) ને પકડી લીધો હતો. વિજય અગાઉ ગાંધીગ્રામ, ભકિતનગર, થોરાળા, એ-ડીવીઝન, તાલુકા, આજીડેમ અને બી-ડીવીઝન પોલીસ મથકમાં વાહન ચોરી અને જુગારના ૧૮ ગુનામાં પકડાઇ ચુકયો છે. અને બે વખત પાસામાં પણ જઇ ચુકયો છે.

(2:58 pm IST)