Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

મ.ન.પા.ની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી.ના નવા હોદ્દેદારોની વરણી

રાજકોટ મહાનગરપાલિકાની રા. મ્યુ. કોર્પોરેશનની સૌથી વધારે સંખ્યા ર૦૧૭ ધરાવતી અને સતત ગ્રેડ મેળવી અને જાળવી રાખતી મંડળી તરીકે જેની ગણના થાય છે તે રાજકોટ મ્યુનિસિપલ કર્મચારીઓની ક્રેડીટ સોસાયટીની ચૂંટણી યોજવામાં આવેલ હતી. ચૂંટણીમાં કર્મચારી પરિષદ-પછાત વર્ગ મ્યુનિ. કર્મચારી મંડળ રાજકોટ, એન્જીનીયરીંગ એસોસિએશન યુનિયન નાં સંયુકત ઉમેદવારોની અડીખમ પેનલના ૧૧ ઉમેદવારોને ચુંટણી જંગમાં ઉતરેલા હતા. જેમાં (૧) જયશ્રીબા ગોહિલ (ર) ગોહેલ દોલતભાઇ (૩) નીતિનભાઇ ચૌધરી (૪) અજયસિંહ જાડેજા (પ) એ.બી. જાડેજા (૬) કીર્તિબેન દાવડા, (૭) હિતેશભાઇ ભટ્ટ (૮) કિશોરસિંહ રાણા (૯) લખતરીયા હોમીન (૧૦) મૌલેશભાઇ વ્યાસ (૧૧) અશોક સોલંકી, જેમનું નિશાન વિમાન (પ્લેન) હતુ તેઓને કર્મચારી સભાસદભાઇઓ તથા બહેનોએ જવલંત વિજય અપાવ્યો હતો. આથી સંયુકત મંડળીની પેનલના ઉમેદવારોનો ભવ્ય વિજય થતા મંડળીની વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ મંડળીમાં કિશોરસિંહ રાણા-પ્રમુખ કીર્તિબેન દાવડા, ઉપપ્રમુખ તથા નીતિનભાઇ ચૌધરીને મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ હતી. તે વખતની તસ્વીર. સંયુકત મંડળનાં તમામ ઉમેદવારો પ્રથમ વખત જ ચૂંટણી લડી રહ્યા હતા અને કોર્પોરેશનની કચેરીમાં યુનિયનની ઓફીસ ૩૬પ દિવસ બે ટાઇમ ખુલતી ઓફિસનાં ઉમેદવારો ઉપર વિશ્વાસ રાખીને કર્મચારી સભાસદોએ અડીખમ પેનલ ને ખોબલે ખોબલે મત આપીને ઉમેદવારી નોંધાવનાર ૩ર ઉમેદવારો પૈકી અમારી પેનલના ૧૧ ઉમેદવારોને જવલંત વિજય અપાવ્યો હતો આ વિજય બદલ અડીખમ પેનલનાં ઉમેવારો સર્વે કર્મચારીભાઇઓ તથા બહેનોનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

(3:03 pm IST)