Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

સંબંધના દાવે આપેલ અઢી લાખની રકમનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા. પઃ સબંધના દાવે આપેલ રકમ પરત કરવા આપેલ રૂપિયા અઢી લાખનો ચેક પરત થતા કોર્ટમાં ફરીયાદ કરેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે ફરીયાદી ભરતભાઇ મકવાણા સામેવાળા આરોપી ભાવેશભાઇ શાંતીલાલ રામાવત આરોપી અને ફરીયાદી વચ્ચે એકબીજાને ઘણા વર્ષોથી આડોસ-પાડોસનો સબંધ કેળવાયેલ હતો અને એક બીજાથી પરીચીત પણ હતા અને જરૂર પડે એક બીજાને કામ આવે તે માટે આરોપીએ ફરીયાદી પાસે સંબંધના દાવે રૂ. બે લાખ પચાસ હજાર હાથ ઉછીના લીધેલ હતા. પરંતુ ફરીયાદી ભરતભાઇએ આરોપી ભાવેશભાઇ શાંતીલાલ રામાવત હાથ ઉછીની સબંધના દાવે આપેલ રકમની માંગણી કરતા આરોપીએ ફરીયાદીને તેના ખાતાની બેંકનો ચેક લખી આપેલ ચેક ફરીયાદીએ તેના બેંક ખાતામાં ભરેલ પરંતુ આરોપી જાણતા હોવા છતાં તેણે તેના બેંક ખાતામાં ચેકની રકમ કલીયર થાય તેટલી રકમ જમા રાખેલ ન હોવાથી તેનો ચેક ફંડ્સ ઇસ્યુફીશીયન્ટના ચેક રીટર્ન મેમા સાથે પરત ફરેલ હતો.

આરોપીનો ચેક પરત ફરતા આ અંગે ફરીયાદીએ તેને જાણ કરવા છતાં રકમ ન આપતા ફરીયાદી વતી તેના એડવોકેટ કુલદીપ એચ. ડાંગર (કે.ડી.) એ ચેકની કાયદેસરની લેણી રકમની સ્પષ્ટ ડીમાન્ડ કરતી નોટીસ મોકલેલ જે મળી જવા છતાં પણ આરોપીએ સમય મર્યાદામાં રકમ નહીં ચુકવતા ફરીયાદી ભરતભાઇ મકવાણાએ સામે ચેક પરત થવા અંગે નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટ હેઠળની ફોજદારી ફરીયાદ અદાલતમાં કરેલ છે. આ કામે ફરીયાદી ભરતભાઇ મકવાણાના એડવોકેટ તરીકે કુલદીપ એચ. ડાંગર રોકાયેલ છે.

(3:05 pm IST)