Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી હોમ કોરોન્ટાઇન

ડ્રાઇવરને કોરોના થતાં કાલે કેમ્પમાં હાજર નહિં રહે વકીલોને રસીકરણનો લાભ લેવા પ્રમુખ-સેક્રેટરીની અપીલ

રાજકોટ તા. પઃ રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણીના ડ્રાઇવરને કોરોના થતાં શ્રી રાજાણી એક વીક માટે હોમ કોરોન્ટાઇન થયાં છે.

આવતીકાલે વકીલોી માટે કોર્ટ, બાર એસો. અને આર.એમ.સી.ના સંયુકત ઉપક્રમે વેકિસનેશન કેમ્પનું આયોજન થયેલ છે. ત્યારે શ્રી રાજાણીના ડ્રાઇવરને કોરોના થતાં તેઓ હોમ-કોરોન્ટાઇન થયેલ હોય બાર એસો.ના પ્રતિનિધિ તરીકે હાજર રહી શકશે નહિં.

આવતી કાલે યોજાનાર કેમ્પનો વકીલોને મોટી સંખ્યામાં લાભ લેવા અપીલ કરી છે શ્રી રાજાણીના ડ્રાઇવરને લેવા અપીલ કરી છે, શ્રી રાજાણીના ડ્રાઇવરને બે દિવસ પહેલા કોરોના થતાં તેઓએ પરિવારજનોનો કોરોના ટેસ્ટ કરાવેલ પરંતુ રિપોર્ટ નેગેટીવ આવતાં તેઓએ સ્વૈચ્છિક રીતે એક અઠવાડીયા માટે હોમ-કોરોન્ટાઇન થવાનો નિર્ણય કર્યો હતો.

આવતીકાલે ૪પ વર્ષ ઉપરના વકીલો માટે વેકિસનેશન કેમ્પ સવારનાં ૯ થી સાંજના ૭ વાગ્યા સુધી યોજાયેલ હોય વકીલશ્રીઓને આધાર કાર્ડ સાથે હાજર રહેવા પ્રમુખ બકુલભાઇ રાજાણી તથા સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષીએ જણાવ્યું છે.

(3:05 pm IST)