Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

સીવીલમાં લેવાતા RT-PCR સેમ્પલોની રેન્ડમ ચકાસણી માટે ૬ ડોકટરોની ટીમ મુકતા કલેકટર

રાજકોટ તા. ૫ : રાજકોટમાં બોગસ આરટી-પીસીઆર ટેસ્ટ અંગેનું કૌભાંડ બહાર આવ્યા બાદ અને ખોડાપીપરના બે ડોકટરો સહિત ત્રણને કલેકટર - ડીડીઓએ પાણીચૂ આપ્યા બાદ કલેકટરે હવે સિવિલમાં લેવાતા આરટી-પીસીઆર ટેસ્ટના સેમ્પલ જે લેવાયા છે, તેની રેન્ડમ ચકાસણી કરવા ૬ ડોકટરોની ટીમ ઉતારી છે, આ તમામ ડોકટરો પીડીયુ મેડીકલ કોલેજના છે.

આ ડોકટરોમાં ડો. દર્શના ઝાલા, ડો. નૈસર્ગિ, ડો. પૂજા, ડો. મીરા રામાનુજ, ડો. નીધી પટેલ અને ડો. રીયા ચૂડાસમાનો સમાવેશ થાય છે. આ ડોકટરો દરરોજ આવતા સેમ્પલમાંથી ૧૦ વ્યકિતઓની અને સેમ્પલોની ચકાસણી કરશે, તેમજ જે તે વ્યકિતની પણ ચકાસણી કરશે, આ ઉપરાંત નિમણૂંક કરાયેલ ડોકટરો ફરજનો ઇન્કાર કરશે તો કડક પગલાની ચેતવણી અપાઇ છે.

(3:06 pm IST)