Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ભુજમાં ચોરેલ મોબાઇલ ફોન શાપરમાં વેચતા ઝડપાયો

શાપર વેરાવળ તા.પ : પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે તથા ઇ.ચા. નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ મહર્ષી રાવલ તથા સર્કલ પો. ઇન્સ.ની સુચના થી શાપર (વે) પો. સ્ટે.ના પો. સબ ઇન્સ. કે.એ.ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ ઘરફોડી ચોરી તેમજ મિલ્કત સંબધી ગુનાઓ અટકાવવા સુચના કરેલ હોઇ શાપર (વે) પો. સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન પો. હેડ કોનસ. રોહીતભાઇ બકોત્રા તથા પો. કોન્સ માવજીભાઇ ડાંગર તથા રવુભાઇ ગીડાનાઓને હકકીત મળેલ કે આજથી આશરે ત્રણેક માસ પહેલા ભુજ શહેર એ ડીવી પો. સ્ટે.માં તા.૧૮-૧-ર૦ર૧ના રોજ આંગણવાડી વર્કર તરીકે નોકરી કરતા વિમળાબેન ચારણીયાનો સરકારી મોબાઇલ તેમજ પોતાનો પર્સનલ મોબાઇલ બસ સ્ટેન્ડમાંથી કોઇ ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતે તેઓશ્રી એ ભુજ શહેર એ ડીવી પો. સ્ટે.માં મોબાઇલ ચોરીની ફરીયાદ કરેલ હોય જે બાબત શાપર પો. સ્ટે. વિસ્તારમાં તપાસ કરતા હકીકત મળેલ કે એક ઇસમ ચોરાઉ મોબાઇલ વેચવા માટે આટા ફેરા કરતા હોય, તેમની પાસે કોઇ આધાર પુરાવા ન હોય મજકુર ઇસમ પાસે રહેલ મોબાઇલ આઇ.એમ.ઇ.આર ઉપરથી તપાસ કરતા સદરહુ મોબાઇલ ઉપરોકત ચોરીમાં ગયેલ હોય તેમજ ઇ-ગુજકોપ પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરાવતા પશ્ચિમ કચ્છ ભુજ શહેર એ ડીવી પો. સ્ટે.માં ચોરીનો ગુનો રજી થયેલ હોય જેથી મજકુરે મોબાઇલ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતા (૧) સની નાગજીભાઇ સોલંકી દેવીપુજક ઉ.વ.ર૦ (રહે.શાપર (વે) શીતળા માતાના મંદિર પાસે ઝુપડામાં)ને અટક કરેલ છે.આ કામગીરી પો. સબ. ઇન્સ. વી.બી. બરબસીયા તથા પો. કોન્સ. રવિરાજસિંહ ઝાલા તથા પો. કોન્સ. નરેશભાઇ લીબોલાએ કરી હતી.

(3:07 pm IST)