Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

મુળી પાસે કાર પલ્ટી જતા રાજકોટના વૃધ્ધ રમેશચંદ્રભાઇ રામાણીનું મોત

પરિવાર સાથે સુરેન્દ્રનગરથી રાજકોટ આવતી વખતે અકસ્માત : પરિવારમાં શોક

રાજકોટ, તા. પ : મુળી પાસે કાર પલ્ટી પાઇ જતા રાજકોટના વૃધ્ધનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ જલારામ સોસાયટી પાસે નવકાર -૪માં રહેતા રમેશચંદ્રભાઇ જેન્તીબાલભાઇ રામાણી (ઉ.વ.૭ર) ગઇકાલે પરિવાર સાથે કારમાં બેસીને સુરેન્દ્રનગરથી રાજકોટ આવતા હતા. ત્યારે મુળી ગામ પાસે કાર પલ્ટી ખાઇ જતા કારમાં બેઠેલા વૃધ્ધને માથા ત્થા શરીરે ઇજા થતા સારવાર માટે  સુરેન્દ્રનગર બાદ વધુ સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ ઘેલુભાઇએ પ્રાથમિક કાગળો કરી મુળી મોકલવા તજવીજ હાથ ધરી છે.

(5:06 pm IST)