Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

દર્શન એન્જી. કોલેજના વિદ્યાર્થીઓએ બનાવ્યો પીક એન્ડ પ્લેસ રોબોટ

રાજકોટ તા. ૫ : હાલ ઓટોમેશન ટેકનોલોજીનો વ્યાપ ખુબ વધ્યો છે. ત્યારે રાજકોટની દર્શન એન્જીનીયરીંગ કોલેજના મીકેનીકલ એન્જીનીયરીંગ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એલિસ કણસાગરા, નિલય પંચાસરા, ધવલ ઘેટીયાએ પ્રો. જીગર વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએલસી ટેકનોલોજી આધારીત પિક એન્ડ પ્લેસ રોબોટીક આર્મ ડેવલોપ કરેલ છે. જેની ડીઝાઇન અને ડેવલોપમેન્ટ માટે એસએસઆઇપી ગુજરાત તરફથી રૂ.૧,૦૧,૪૭૫ ની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ રોબોટીક આર્મનો ઉપયોગ વિવિધ મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝમાં એકજ પ્રકારનાં પુનાવર્તિત કાર્ય જેવા કે મટીરીયલ હેન્ડલીંગ, પેકેજીંગ, ઇન્સ્પેકશન તેમજ એસેમ્બલીને ઝડપી બનાવવામાં ફાયદારૂપ નિવડે છે. વર્કરનું કામ ખુબ હળવુ બની જાય છે. આ સફળતા બદલ દર્શન કોલેજના પ્રિન્સીપાલ ડો. આર. જી. ધમસાણીયા અને ફેકલ્ટીના વિદ્યાર્થીઓે અભિનંદન પાઠવેલ.

(5:08 pm IST)