Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ખાનગી હોસ્પીટલોમાં બેડ વધારવાઃ નવી ત્રણ કોવિડ ખોલવા તંત્રની તજવીજઃ દર્દીઓ રઝળતા દેકારો

લોકો હવે ઘરે સારવાર લેવા નથી માંગતા એટલા ભયભીત થયા છેઃ કોવિડ : વીમા પોલીસીમાં પણ ઉછાળો જેના કારણે પણ હોસ્પીટલો ભરાઇ રહી છે

રાજકોટ તા.પ : શહેરમાં કોરોનાનો પ્રકોપ વધ્યો છે. ત્યારે ખાનગી કોવિડ હોસ્પીટલોમાં હવે એક પછી બેડ ખાલી નહી હોવાથી સ્થીતી સર્જાઇ છે ત્યારે કેટલીકમાં બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે તો વધુ ત્રણ ખાનગી કોવિડને મંજુરી આપવા તંત્રવાહકોએ તજવીજ હાથ ધરી છે.

આ અંગે સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહીતી મુજબ કોરોના સંક્રમિત થતા મોટી ઉંમરના લોકોને હવેહોમ આઇસોલેશનમાં રાખવાથી લોકોમાં ભય ફેલાયો છે. અને મોટાભાગના લોકો કોવિડ વિમા પોલીસી લેવા માંળ્યા છે. તેથી માઇનોર કોરોના હોય તો પણ લોકો ખાનગી હોસ્પીટલમાં સારવારનો આગ્રહ રાખી રહ્યા હોઇ કોવિડ હોસ્પિટલો ફુલ થઇ ગઇ છે. દરમિયાન હવે ઓલમ્પસ હોસ્પીટલમાં બેડ વધારવા તેમજ નવી ત્રણ ખાનગી કોવિડને મંજુરી આપવાની સાંજ સુધીમાં ફાઇનલમાં થઇ જશે

(4:20 pm IST)