Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રાજકોટથી જામનગર અને મોરબી તરફ જતી ૩૩૭ કસો આજથી માધાપર બસ ડેપો ઉપર ઉભી રહેશે : અપડાઉન કરનાર તથા અન્ય હજારો મુસાફરોને સાફ લાભ

માધાપર બસ ડેપો ઉપર ફ્રી પાર્કીંગ, બુકીંગ, પાસ અને ઈન્કવાયરી સહિતની ખાસ સુવિધાઓ ઉભી કરાઈ : કોરોનાના નિયમોનું પાલન કરવા લોકોને અપીલ

રાજકોટ : આજથી માધાપર ચોકડી ખાતે માધાપર બસ સ્ટોપ ઉપર જામનગર અને મોરબી રોડ તરફ જતી રોજની કુલ ૩૩૭ બસો ઉભી રહેશે તે અંગે પાર્કીંગ સહિતની સુવિધાઓ શરૂ કરાઈ છે. આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં જુજ મુસાફરો હતા. તમામ બસો ત્યાં ઉભી રહી હતી. ધીમે ધીમે જાણ થયા બાદ ટ્રાફીક વધશે તેમ એસટીના અધિકારીઓ જણાવી રહ્યા છે. તસ્વીરમાં ખાલી ખાલી દેખાતુ બસ સ્ટેન્ડ ૪ થી ૫ મુસાફરો બુકીંગ અને પાસની સુવિધાઓ માટેની બારી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૫ : આજથી જામનગર રોડ પર આવેલ માધાપર ચોકડી પાસે આવેલ નવો એસટી ડેપો ફુલ ફલેજમાં કાર્યરત થતાં તે બાજુના વિસ્તારમાં અપડાઉન કરતા તથા જામનગર અને મોરબી સાઈડ જતાં હજારો મુસાફરોને લાભ થશે. ઢેબર રોડ પરના મુખ્ય બસ સ્ટોપ સુધી લાંબુ નહિં થવુ પડે.

અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટથી જામનગર - ધ્રોલ - પડધરી - દ્વારકા - પોરબંદર તરફ જતી ૨૦૪ બસો માધાપર બસ સ્ટેન્ડ ઉપર ઉભી રહેશે. તેમજ બુધવારથી મોરબી તરફ જતી ૧૩૩ બસો ઉભી રહેશે.

માધાપર બસ સ્ટોપ ઉપર બુકીંગ સેવા - ઈન્કવાયરી - પાસ માટેની સેવા તથા ફ્રી પાર્કીંગ શરૂ કરી દેવાયા છે. ડિવીઝનલ નિયામક શ્રી યોગેશ પટેલ તથા રાજકોટ એસટી ડેપો મેનેજર શ્રી વરમોરાએ લોકોને હવે માધાપર બસ ડેપોનો લાભ લેવા અપીલ અને અનુરોધ કર્યો છે.

(4:21 pm IST)