Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

જિલ્લા પંચાયતના સિમેન્‍ટ રોડના કામની તપાસ માટે ડે. ડી.ડી.ઓ.ના વડપણમાં સમિતિ

સેમ્‍પલ સરકારી લેબ.માં મોકલાશેઃ ભ્રષ્‍ટાચારનો આરોપ છે

રાજકોટ તા. પઃ જિલ્લા પંચાયત કચેરીમાં સિમેન્‍ટ રોડનું કામ નબળુ થયા અંગે પ્રમુખ ભૂપત બોદરે પર્દાફાશ કર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલની અધ્‍યક્ષતામાં તપાસ સમિતિ રચવાનું નકકી કર્યું છે. સમિતિમાં ટેકનિકલ જાણકાર ૩ સભ્‍યોને સ્‍થાન આપવામાં આવશે. તમામ સભ્‍યો સરકારી અધિકારી જ હશે.

પ્રમુખે બાંધકામ વિભાગના જવાબદારોને તપાસ પ્રક્રિયાથી અળગા રાખવા અને જવાબદારો સામે પગલા ભરવા ડી.ડી.ઓ.ને અનુરોધ કર્યો છે. એક અધિકારીની ઉપલેટા બદલી થઇ રહી છે. રસ્‍તાના કામના સેમ્‍પલ લઇને સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવશે. તપાસ સમિતિ મર્યાદામાં ડી.ડી.ઓ.ને અહેવાલ આપે પછી આગળના પગલા લેવામાં આવશે. તપાસમાં વિધિવત પ્રારંભ સમિતિની રચના પછી થશે. ત્‍યાં સુધી કામનું ચૂકવણું અટકેલું રહેશે.

(4:37 pm IST)