Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

અડધા અબજની ઠગાઇના ગુનામાં ઉંડી તપાસ માટે સિટની રચના કરતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા અને પીઆઇ વી. કે. ગઢવીની સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટીગેશન ટીમમાં નિમણુંક

રાજકોટ તા. ૫: આશિષ ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી, સમય ટ્રેડિંગ અને સાઇ સમય ટ્રેડિંગના સંચાલકોએ નાના રોકાણકારોને મોટા રિટર્નની લાલચ આપી કરોડો રૂપિયા ઉઘરાવી લઇ કોૈભાંડ આચર્યાના ગુનામાં યુનિવર્સિટી પોલીસ મથકની ટીમ તપાસ કરી રહી છે. આ છેતરપીંડીનો આંકડો અડધા અબજ સુધી પહોંચ્‍યો છે. ધ ગુજરાત પ્રોટેક્‍શન ઓફ ઇન્‍ટરેસ્‍ટ ઓફ ડિપોઝીટર્સ (ઇન ફાયનાન્‍સીયલ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ્‍સ) એકટ ૨૦૦૩ હેઠળ રોકાણકારો સાથે કરોડોની છેતરપીંડીનો ગુનો દાખલ થયો છે. આ કેસમાં રોકાણકારો પાસેથી મેળવેલી થાપણોનું અન્‍ય ક્‍યાંય રોકાણ કર્યુ છે કે કેમ? રોકાણોમાંથી પોતાના અંગત ઉપયોગમાં કેટલી રકમ વાપરી? કોઇ પ્રોપર્ટી કે બીજા કોઇના નામે મિલકતો ખરીદી કે કેમ? સહિતની બાબતોની ઉંડાણપુર્વક તપાસ કરવા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે સિટ (સ્‍પેશિયલ ઈન્‍વેસ્‍ટીગેશન ટીમ)ની રચના કરી છે.

આ ટીમમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પヘમિ પી. કે. દિયોરા અને ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવી સાથે મળી તપાસ કરી બનાવના મુળ સુધી પહોંચવા તપાસ શરૂ કરશે. અગાઉ ભક્‍તિનગર પોલીસમાં નોંધાયેલા આવા જ એક મંડળીના કરોડોના કોૈભાંડમાં પણ સિટની રચના થઇ હતી. જેમાં પોલીસે આરોપીઓ વિરૂધ્‍ધ પાંચ હજારથી વધુ પેઇજનું ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કર્યુ હતું.

(4:39 pm IST)