Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

સિવીલ હોસ્‍પીટલમાં ડોકટરો-નર્સીંગ સ્‍ટાફની અછતઃ બેડ વધારોઃ કોંગ્રેસનો મુખ્‍યમંત્રીને પત્ર

કોરોમાં કહેર વચ્‍ચે સીવીલનુ તંત્ર લકવા ગ્રસ્‍તઃ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા-કોર્પોરેટર મકબુલ દાઉધણીએ તાકીદે સ્‍ટાફ ભરવા વિજયભાઇ રૂપાણીને કરી વિનંતી

રાજકોટ તા. પ : શહેરમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે ત્‍યારે સીવીલ હોસ્‍પીટલ દર્દીઓની ઉભરાઇ રહી છે. આવા ખરા સમયેજ સીવીલ હોસ્‍પિટલમાં ડોકટરો-નર્સીંગ સ્‍ટાફ અને બેડની અછત સર્જાઇ રહી છે. જે પુર્ણ કરવા. પૂર્વવિપક્ષી નેતા વશરામ સાગઠીયા તથા કોંગી કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર  પાઠવ્‍યો છે.

આ પત્રમાં બન્‍ને કોંગી આગેવાનોએ રજુઆત કરી છે કે હાલ જીવલેણ કોરોના મહામારીની બીજી ખતરનાક લ્‍હેર ચાલતી હોય, ત્‍યારે સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દર્દીઓ દાખલ થતા હોય છે. તેમજ રાજકોટ શહેરના દર્દીઓ પણ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે એડમીટ થતા હોય ત્‍યારે રાજકોટ સિનિયર હોસ્‍પિટલમાં આઇસીયુ વોર્ડ અને જનરલ વોર્ડમાં ડોકટરોની ખાસ ઘટ લાગી રહી છે. તેમજ રાજકોટ સિવિલ હોસ્‍પિટલનું મેનેજમેન્‍ટ, નબળું જણાય છે. આથી ઘટતો સ્‍ટાફ વધારવા માટે અલગ-અલગ પ્રકારના પ૦ ડોકટરોની ભરતી કરવી પડે તે સ્‍થિતિ છે તેમજ રાજકોટ સિવિલ હોસ્‍પીટલમાં દર્દીઓની સંખ્‍યામાં સતત વધારો થઇ ગયો છે ત્‍યારે સિવિલ હોસ્‍પિટલમાં બેડની સંખ્‍યા વધારવા જરૂરી પગલા લેવા સાથે રેમડેસીવીરના ઇન્‍જેકશનનો સ્‍ટોક પ્રમાણમાં ન હોય જેથી તે સ્‍ટોક સાથે સાથે ખાનગી હોસ્‍પિટલો પણ હાઉસફુલ છ.ે ત્‍યારે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં વધુ સજજ કરવા પગલા ભરવા માંગ છે.

રાજકોટમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્‍યારે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દર્દીઓએ સિવિલ હોસ્‍પિટલના મેનેજમેન્‍ટની અવ્‍યવસ્‍થાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી છે. હેરાન પરેશાન થવું પડે છ.ેતેમજ રાજકોટ કલેકટરશ્રી દ્વારા દરરોજ સિવિલ હોસ્‍પિટલમાં દિવસના બે ટાઇમ રાઉન્‍ડ લેવામાં આવે તો સિવિલ હોસ્‍પિટલમાં સુધારો થઇ શકે તેમ જણાય છ.ેત્‍યારે પ્રજાઆરોગ્‍યના હિતમાં આ રજુઆત છે. જેને ગંભીર ગણી સત્‍વરે નિર્ણય લેવા વિનંતી છ.ે

(4:46 pm IST)