Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ઇન્સ્ટીટયૂટ ઓફ લેંગ્વેજ ટીચીંગ બી.એડ્.કોલેજ રાજકોટના આચાર્ય ડો. નિદત્ત બારોટ બીનહરીફ થશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની તાલિમી બી.એડ્.કોલેજો અને બુનિયાદી તાલીમી કોલેજોના વિભાગમાં

રાજકોટ તા. પ : ગુજરાત રાજય સંચાલક મંડળ, ગુજરાત રાજય સેલ્ફ ફાયનાન્સ બી.એડ્./બી.પી.એડ્.-કોલેજ સંચાલક મંડળ અને અનુદાનિત બી.એડ્. કોલેજ શૈક્ષણિક કર્મચારી મંડળના પરામર્શથી બિન રાજકીય રીતેયોજાતી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની તાલીમી બી.એડ્.કોલેજો અને બુનિયાદી તાલીમ કોલેજોના વિભાગમાંથી મંડળોના માન્ય ઉમેદવાર તરીકે ઇન્સ્ટીટયૂટ લેંગ્વેજ ટીંચીગ બી.એડ્.કોલેજ, રાજકોટના આચાર્ય ડો. નિદત્ત બારોટ બીન હરીફ થશે.

ગઇકાલે ઉમેદવારી પત્ર ચકાસણી વખતે પ્રતિસ્પિર્ધી ઉમેદવાર સામે વાંધો લેવાતા તેઓનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવેલ છે હવે માત્ર એક જ ઉમેદવાર ચુંટણીમાં વધતા તા.૭/ ના રોજ ડો. નિદત્ત બારોટને બિન હરીફ ચુંટાયેલા જાહેર કરવમાં આવશે. આ તકે ડો. નિદત્ત બારોટે સૌ મંડળના હોદ્દેદારોઓનો આભાર વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતી પ્રમાણે શાળાઓની વ્યવસ્થા ગોઠવવામાં અને ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થી અને વાલીને માધ્યમિક શિક્ષણ બોર્ડમાં વિશ્વાસ ઉભો થાય અને રાજય સરકારની નીતીઓનું યોગ્ય અમલીકરણ થાય તે માટે હકારાત્મક પ્રયાસ કરવામાં આવશે અને રાજય સરકારની શિક્ષણની નીતી આગળ વધે તે માટે પ્રયાસ કરવામાંં આવશે.

(4:48 pm IST)