Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ધરમનગરમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો : પત્તા ટીંચતી ૮ મહિલા પકડાઇ

યુનિવર્સિટી પોલીસનો દરોડો : રૂા. ૧.૪૫ લાખની રોકડ સહિતની મતા કબ્‍જે

રાજકોટ,તા. ૫: દોઢ સો ફૂટ રોડ પર આવેલા ધરમનગરમાં એક મકાનમાં મહીલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી આઠ મહિલાને પકડી લીધી હતી.મળતી વિગત મુજબ દોઢ સો ફૂટ રીંગ રોડ પર સદભાવના હોસ્‍પિટલ પાછળ ધરમનગર -૧માં એક મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની યુનિવર્સિટી પોલીસને મળેલી બાતમીના આધારે પી.આઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એ.બી.જાડેજા, એચ.જે. બરવાડીયા તથા હેડ કોન્‍સ. હરપાલસિંહ રાજેશભાઇ, યુવરાજસિંહ, મહેન્‍દ્રસિંહ, જેન્‍તીભાઇ, બ્રિજરાજસિંહ, બળભદ્રસિંહ તથા રાવતભાઇ ડાંગર સહિતે ધરમનગર-૧માં રહેતા સાધનાબેન ઉર્ફે સંધ્‍યાબેન અમીતભાઇ મોનાણીના મકાનમાં દરોડો પાડી મકાન માલીક સાધનાબેન ઉર્ફે સંધ્‍યા તથા મવડી નવલનગર -૬ના ગીતાબેન રાજેશભાઇ ધેલાણી, સાધુવાસવાણી રોડ પુંજુરી પેલેસ એ-૧૦૫ના પ્રજ્ઞાબેન સુરેશભાઇ ભીમાણી, દોઢ સો ફુટ રોડ આફ્રીકા કોલોની -૩ તુલીપ એપાર્ટમેન્‍ટ સામેના પુજાબેન હિમાંશુભાઇ ચંદારાણા, કેનાલરોડ મીલપરા-૩ના જૈમીનીબેન ધવલભાઇ રાજાણી, રૈયાધાર સોપાન હાઇટ્‍સ એપાર્ટમેન્‍ટના સંગીતાબેન સતીષભાઇ દત્તાણી, અલ્‍કાબેન દીલીપભાઇ સોમૈયા, તથા આમ્રપાલી ફાટક પાસે ધ્રુવનગરના હસીનાબેન અકબરભાઇ આગરીયાને તીન પત્‍નીનો જુગાર રમતા પકડી લઇ રૂા. ૧,૪૫,૫૦૦ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી.

(4:53 pm IST)